Australian Indians with OCI cards ineligible to run for federal elections

જે ઓસ્ટ્રેલિયન ભારતીય લોકો OCI કાર્ડ ધરાવે છે તેઓ આગામી 18મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી કેન્દ્રીય ચૂંટણીમાં લેબર કે લિબરલ પાર્ટી તરફથી પોતાની ઉમેદવારી નહીં નોંધાવી શકે.

Overseas Citizen of India, or OCI card

Source: Government of India

ઓસ્ટ્રેલિયાના કાયદાના સેક્શન 44 પ્રમાણે, લેબર કે લિબરલ પાર્ટી આગામી 18મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ચૂંટણીમાં OCI કાર્ડ ધરાવતા ભારતીય ઓસ્ટ્રેલિયનને ઉમેદવારી નહીં આપી શકે.

આ ઘટનાની પુષ્ટિ ત્યારે થઇ જ્યારે લિબરલ પાર્ટી તરફથી વિક્ટોરિયાની વિલ્સ બેઠકના ભારતીય મૂળના મહિલા ઉમેદવાર વૈશાલી ઘોષને બેવડી નાગરિકતા ધરાવવાના મામલામાં ચૂંટણી લડવા અસમર્થ જાહેર કરાયા હતા.

અન્ય એક ઉમેદવારે પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે SBS Punjabi ને જણાવ્યું હતું કે તેમણે પોતાનું Overseas Citizen of India (OCI) કાર્ડ ત્યાગવાના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો એટલે તેમને પાર્ટીની ઉમેદવારી આપવામાંથી બાકાત કરાયા છે.

આ ઉપરાંત, દેશની બે મોટી પાર્ટીઓમાંથી એક પાર્ટી તરફથી ઉમેદવાર બનનારા એક ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયને જણાવ્યું હતું કે તેમણે પોતાના OCI કાર્ડનો ત્યાગ કર્યો ત્યાર બાદ જ તેમની ચૂંટણી માટેની ઉમેદવારી નક્કી થઇ હતી.

લેબર એને બિલરલ બંને પાર્ટીઓએ SBS Punjabi ને આ બાબતનું સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે OCI કાર્ડ ધરાવતા એક પણ ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન વ્યક્તિને તેઓ ઉમેદવારી નહીં આપે.
OCI cancelled
Source: Public Domain

OCI કાર્ડ શું છ?

Overseas Citizen of India (OCI) કાર્ડ એ કોઇ પણ ભારતીય મૂળના વિદેશી નાગરિકને ભારત સરકાર દ્વારા દેશમાં દાખલ થવાની, વ્યવસાય કરવાની કે દેશમાં લાંબા ગાળા માટે રહેવાની મંજૂરી છે.

ભારતમાં બે દેશની નાગરિકતા ધરાવતો કાયદો અમલમાં ન હોવાના કારણે આ કાર્ડ ધરાવનાર વ્યક્તિને ભારતની સંપૂર્ણ નાગરિકતા મળતી નથી. આ ઉપરાંત OCI કાર્ડ ધરાવતી વ્યક્તિ ભારતની ચૂંટણીમાં વોટ આપી શકતી નથી કે ખેતી લાયક જમીન પણ ખરીદી શકતી નથી.

લિબરલ પાર્ટીના ચૂંટણી માટેના પ્રવક્તાએ SBS Punjabiને જણાવ્યું હતું કે, પાર્ટી દેશના બંધારણે ઘડેલા કાયદાનું પાલન કરશે અને તેનું ઉલ્લંઘન ન થાય તેની તકેદારી રાખશે.
"સેક્શન 44 પ્રમાણે અન્ય દેશની નાગરિકતા ધરાવવા સમર્થ અથવા જે-તે દેશમાં વ્યવસાય કરવાની માન્યતા ધરાવતી વ્યક્તિ દેશની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે નહીં."
બીજી તરફ, SBS Punjabi ને આપેલા નિવેદનમાં લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ ઉમેદવારોએ દેશના બંધારણના સેક્શન 44 પ્રમાણે નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

જોકે, આ નિર્ણયથી કેટલા ભારતીય મૂળના લોકોની ઉમેદવારીને અસર થશે અને કેટલા વ્યક્તિઓની ઉમેદવારી રદ કરી દેવાઇ છે તે અંગે બંને પાર્ટીઓએ કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો.
OCI card
Source: (http://www.cgiguangzhou.gov.in/oci-card)
વિક્ટોરિયામાં એક નાગરિકે પોતાનું OCI કાર્ડ ન ત્યાગતા ઉમેદવારી ન મળવાને સમર્થન આપ્યું હતું. તેણે પોતાના નિવેદનમાં SBS Punjabi ને જણાવ્યું હતું કે, હું કાયદાનું સન્માન કરું છું. પરંતુ, આગામી પેઢીઓ દેશના આ વલણ બાદ OCI કાર્ડ ધરાવવું કે નહીં તેની મૂંઝવણમાં વધારો કરશે.

ભારતમાં જન્મેલા ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકો જ OCI કાર્ડ ધરાવતા નથી, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા તેમના બાળકો અને પૌત્ર કે પૌત્રી પણ OCI કાર્ડ ધરાવી શકે છે.

ઘટના બાદ, SBS Punjabi એ કેનબેરા સ્થિત ઇન્ડિયન હાઇકમિશનનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમના તરફથી હજી સુધી કોઇ પ્રત્યુત્તર મળ્યો નથ

Share
Published 16 April 2019 4:20pm
By Manpreet K Singh
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service