બ્લડ કેન્સરથી પીડાતા ભારતીય મૂળના દર્દી માટે સ્ટેમ સેલ મેળવવા કેમ્પ યોજાશે

મૂળ પર્થના અને હાલ બ્રિસબેન રહેતા સુજીથ નાયર છેલ્લા ત્રણ વર્ષથી સ્ટેમ સેલની શોધમાં છે. આ માટે સુજીથના કુટુંબી, મિત્રો અને પરિવારજનો ભારતીય સમુદાયના લોકોના સ્ટેમ સેલનો ડેટાબેસ મળી રહે તે માટે ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. આ સંદર્ભે આગામી શનિવારે હીલિંગ ઓસ્ટ્રેલિયા, બે ગુરુદ્વારા -ઇન્ડિયન સોસાયટી અને રેડક્રોસે સાથે મળીને એક કેમ્પનું આયોજન કર્યું છે.

Sujith with his father, Prof. Chem Nayar (L), mother Ambika Nayar (2L) and wife Alloka Nayar (3L).

Source: Supplied

ઓસ્ટ્રેલિયામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિને કોઈ પ્રકારના કેન્સરની બીમારી થતી હોય છે. આ પૈકીની એક બીમારી છે બ્લડ કેન્સર. બ્લડ કેન્સર અને લોહીને લગતી અન્ય કેટલીક બીમારીમાં બ્લડ સ્ટેમ સેલની જરૂર હોય છે.

આ સ્ટેમ સેલમાં એચ.એલ.એ નામના એન્ટિજન માનવ શરીરમાં જ મળે છે. જીન્સ એટલે કે ડી.એન.એમાં રહેલા રંગસૂત્રો સરખા સમુદાયના લોકોના મળતા હોય છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના સભ્યોની સંખ્યા સ્થાનિકોની સરખામણીમાં ઓછી છે. અને તેના કારણે જ જો ભારતીય મૂળના કોઇ વ્યક્તિને આ પ્રકારની બિમારી થાય તો ઓછી જાણકારી અને સંખ્યાના અભાવે તેમને સ્ટેમ સેલ મળવા મુશ્કેલ બની જાય છે. તેથી જ હાલમાં, ૧૮ થી ૪૫ વર્ષ લોકોના બ્લડમાં રહેલા એચ.એલ.એ એન્ટિજનનો એક ડેટાબેસ તૈયાર કરાય છે. જેથી જયારે કોઈ વ્યક્તિને તેની જરૂર પડે તો તાત્કાલિક મેળવી શકાય.

પર્થના સુજીતને બ્લડ સ્ટેમ સેલની જરૂર

મૂળ પર્થના અને હાલ બ્રિસબેન રહેતા સુજીત નાયરને ત્રણેક વર્ષ પહેલા બ્લડ કેન્સર થયું ત્યારથી તેઓ આ બ્લડ સ્ટેમ સેલ મળે તેની શોધમાં છે. હાલ તો તેમની તબિયત સ્થિર છે અને જીવન નિર્વાહ માટે ફરી પર્થથી પરત બ્રિસબેન સ્થાયી થયા છે પરંતુ ભારતીય સમુદાયમાંથી યોગ્ય મેચ મળે તેની શોધમાં છે.

કેમ્પનું આયોજન

સુજીથ નાયરના મિત્રો અને પરિવારજનોએ ત્રણેક વર્ષમાં ચાર  કેમ્પ કર્યા પરંતુ માત્ર બે મેચ મળી શક્યા છે. એક વખત પર્થના રિવર્ટન વિસ્તારના એક યુવાનને સ્ટેમ સેલ મળ્યા છે. સુજીથના મિત્રોએ સ્ટેમ સેલ મળી રહે તે માટે હીલિંગ ઇન્ટરનેશનલ નામની સંસ્થા સ્થાપી છે તેઓ અને અન્ય બે સંસ્થાઓ સાથે રેડ ક્રોસ ઓસ્ટ્રેલિયાના સહકારથી એક કેમ્પનું આયોજન કરાયું છે.

આગામી ૨૭ જુલાઈ શનિવારે  ઇન્ડિયન સોસાયટીના 12  Whyla  Street, Willetton  ખાતે આ કેમ્પ નું આયોજન કરાયું છે.  પ્રક્રિયામાં એક વખત બ્લડમાંથી સ્ટેમ સેલ કાઢી લીધા બાદ તેનું ફરીથી નિર્માણ થાય છે. આ માટે માત્ર પાંચ મીલીલીટર જેટલા જ લોહીની જરૂર પડે છે.

2015માં લ્યુકેમિયાની જાણકારી મળી

પર્થના રહેવાસી સુજીથને લ્યુકેમિયાનું નિદાન નવેમ્બર 2015માં થયું હતું. તેમને શરૂઆતમાં પીઠમાં દુખાવો શરૂ થયો હતો.

પીઠમાં થઇ રહેલા દુખાવાનું નિદાન કરવા માટે તેમણે ડોક્ટરનો સંપર્ક કરતા વિવિધ ટેસ્ટના અંતે તેમને લ્યુકેમિયા હોવાની જાણકારી મળી હતી. નિદાન સમયે તેમના શરીરમાં રહેલું 86 ટકા લોહીમાં કેન્સરના સેલ પ્રસરી ગયા હતા.

લ્યુકેમિયાના નિદાન બાદ સુજીથ નાયરે અત્યાર સુધીમાં કીમોથેરાપીની 6 વખત સારવાર લીધી છે.

Listen to every Wednesday and Friday at 4 pm. 


Share
Published 18 July 2019 5:35pm
Updated 19 July 2019 4:55pm
By Amit Mehta


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service