Latest

COVID-19 અપડેટ: રોગચાળાના કારણે દેશમાં બાળકોનાં ડૂબીને મૃત્યુ થવાનો આંક વધ્યો

16મી સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

NSW CORONAVIRUS COVID19

Police patrolling Bondi Beach on horseback in Sydney. (file) Source: AAP / DAN HIMBRECHTS/AAPIMAGE

Key Points
  • NSWમાં છેલ્લા સાત દિવસમાં કોવિડ-19ના 17,229 કેસ અને 115 મૃત્યુ નોંધાયા
  • 5થી 11 વર્ષની વયના બાળકોને બૂસ્ટર ડોઝ જરૂરી નથી- ATAGI
રોયલ લાઇફ સેવિંગ સોસાયટી અને સર્ફ લાઇફ સેવિંગ ઓસ્ટ્રેલિયા (SLSA)ના અહેવાલ પ્રમાણે છેલ્લા 30 જૂન સુધીના 12 મહિનામાં 339 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે.

1996 પછી દેશમાં ડૂબી જવાનો આ સૌથી મોટો આંકડો છે. જેનું કારણે કોવિડ-19 મહામારી અને વધુ પડતા વરસાદી વાતાવરણને માનવામાં આવે છે.

SLSAના મુખ્ય અધિકારી જસ્ટિન સ્કારે જણાવ્યું હતું કે, 5થી 14 વર્ષની વયના બાળકોમાં ડૂબવાથી થયેલા મૃત્યુમાં વધારો દુ:ખદ છે. કોવિડના કારણે બાળકો તરણની તાલિમ ન લઇ શક્યા તે ડૂબવાથી થયેલા બાળકોના મૃત્યુમાં એક કારણ માનવામાં આવે છે.

કુલ મૃત્યુમાં 141 દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે બીચ પર અથવા દરિયામાં ગયેલા લોકોમાં નોંધાયા છે જયારે 43 લોકો પૂરના કારણે ડૂબી ગયા હતા.
રાજ્યો અને પ્રદેશોએ તેમના સાપ્તાહિક કોવિડ-19ના આંકડાઓ જાહેર કરવાનું શરૂ કર્યું છે.

ગયા મહિને રાજ્ય અને પ્રદેશોના આરોગ્ય પ્રધાનોની બેઠક બાદ 9 સપ્ટેમ્બર પછી દૈનિક કોવિડ-19ના કેસો અને મૃત્યુના આંકડાઓ જાહેર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (ATAGI)એ 5થી 11 વર્ષના બાળકોને બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી તે વલણ જાળવી રાખ્યુ છે.

જો કે, એકવાર થેરાપ્યુટિક ગુડ્ઝ એડમિનિસ્ટ્રેશન આ વય જૂથના બાળકોને બૂસ્ટર ડોઝની મંજૂરી આપે તે પછી તેને લગતાં પુરાવાઓની સમીક્ષા કરાશે.

ATAGIએ હજુ સુધી છ વર્ષથી નીચેના બાળકો માટે Pfizerની રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી.

આ વય જૂથ માટે માન્ય મોર્ડેનાની સ્પાઇકવેક્સ એક માત્ર કોવિડ-19 રસી છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:




કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી




રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો




વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,


તમારી ભાષામાં માહિતી મેળવો

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 16 September 2022 3:05pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service