એબોરિજિનલ લોકો સાથે વાર્તાલાપ દરમિયાન આ પાંચ ભૂલોનું ધ્યાન રાખો

એબોરિજિનલ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન લોકો કેવી ભૂલો કરે છે તે અંગે NITVના ડેની ટીસ-જ્હોન્સને વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

Aboriginal flag

Australian Aboriginal flag Source: AAP

દરેક સંસ્કૃતિ અલગ અલગ હોય છે એટલે તમે જ્યારે કોઇ અન્ય સંસ્કૃતિના વ્યક્તિ સાથે વાત કરો ત્યારે કેટલીક વખત તમારાથી ભૂલથી તેમની લાગણીઓ દુભાય છે. ઓસ્ટ્રેલિયાના એબોરિજિનલ સમાજ પ્રત્યે લોકો ખોટી પૂર્વધારણા અને ગેરસમજ ધરાવે છે તેથી જ, તેમની સાથે વાર્તાલાપ કરતી વખતે લોકો ભૂલ કરે છે.

NITVના ડેની ટીસ-જ્હોન્સન ગોમેરોઇ વિસ્તારમાંથી આવે છે. તેમણે એબોરિજિનલ સમાજના લોકો સાથે બહોળા સમાજના લોકોનું વર્તન નજીકથી નિહાળ્યું છે. ડેની એબોરિજિનલ સમાજ અને તેમની સંસ્કૃતિ પ્રત્યે રહેલી ગેરમાન્યતાઓ, પૂર્વધારણા વિશે વિસ્તારથી સમજાવે છે.

1. આપત્તિજનક નામ

ઓસ્ટ્રેલિયાના આદિજાતીના લોકો 'એબોરિજિનલ' અથવા તો 'ઇન્ડિજીનીસ' લોકો તરીકે ઓળખાય છે, આવું સંબોધન આવકાર્ય છે.
એબો, કૂન અથવા બુંગ શબ્દોનો ઉપયોગ કરવો એબોરિજિનલ સમાજનું અપમાન છે.
જોકે, કેટલાક લોકો એ બાબતથી અજાણ છે કે એબોરિજિનલ લોકોને તેમના ટૂંકા નામ "એબો"થી સંબોધવા આપત્તિજનક છે. આ ઉપરાંત, તેમને ઘણી વખતે કૂન અથવા બુંગ ('Koon' or 'Boong') શબ્દથી પણ સંબોધાય છે. આ તમામ શબ્દોનો ઉપયોગ કરવો એબોરિજિનલ સમાજનું અપમાન છે.

આ ઉપરાંત એબોરિજિનલ સમાજ વિવિધ દેશોમાં પોતાનું મૂળ ધરાવે છે. ડેની જણાવે છે કે, "એબોરિજિનલ સમાજનો પોતાનો એક અલગ ઇતિહાસ છે. તેમની સંસ્કૃતિ અને ભાષાઓ પણ અલગ અલગ હોય છે. છેલ્લા કેટલાક સમયમાં સ્થળાંતર થતા તેની સંસ્કૃતિઓ અને ભાષાઓ પર અસર પડી છે. એક સમયે 700 જેટલી ભાષાઓ અસ્તિત્વમાં હતી પરંતુ હવે માત્ર 250 જેટલી એબોરિજિનલ ભાષાઓ જ અસ્તિત્વમાં રહી છે."
Gubbi Gubbi Traditional Owners.
Gubbi Gubbi Traditional Owners. Source: Katie Bennett - Embellysh Photography

2. તમે કેટલા ટકા એબોરિજિનલ છો?

એબોરિજિનલ સમાજના સભ્યો ઘણી વખત તેમના એબોરિજિનલ હોવાના પ્રશ્નનો સામનો કરે છે.

ડેની જણાવે છે કે, "એબોરિજિનલ સમાજના લોકોની ઓળખને ક્યારેય ટકાવારીમાં ન માપી શકાય. તેમનું સમાજ, સંસ્કૃતિ અને તેમની ભૂમિ સાથેનું જોડાણ ક્યારેય માપી શકાય નહીં. એટલે જ એબોરિજિનલ વ્યક્તિને આ પ્રકારનો પ્રશ્ન પૂછવો નહીં."
Danny Teece-Johnson, NITV journalist from the Gomeroi nation.
Danny Teece-Johnson, NITV journalist from the Gomeroi nation. Source: SBS

3. એબોરિજિનલ લોકોને મફતમાં ઘર મળે છે

ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા એબોરિજિનલ સમાજને પ્રોત્સાહન મળી રહે તે માટે કેટલીક યોજનાઓ અમલમાં છે પરંતુ તમામ એબોરિજિનલ લોકોને સરકાર તરફથી ઘર મળે છે તે સત્ય નથી.

ઘણા એબઓરિજનલ સમાજના સભ્યો હજી પણ મૂળભૂત સુવિધાનો અભાવ હોય તેવી વસાહતોમાં રહે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે.

"શહેરમાં રહેતા એબોરિજિનલ લોકોએ ઘણી વખત - "તમને બધુ મફતમાં મળે છે" તેવા વાક્યનો સામનો કરવો પડે છે. તે ખરેખર અપમાનજનક છે."
Members of the Gumatj caln perform bunggul (ceremonial dancing) at the Garma Festival in northeast Arnhem Land.
Members of the Gumatj caln perform bunggul (ceremonial dancing) at the Garma Festival in northeast Arnhem Land. Source: Yothu Yindi Foundation / Melanie Faith Dove

4. સ્વીકૃતિનો અભાવ

તમે ક્યારેક કોઇ કાર્યક્રમના ઉદ્ધાટન સમારંભમાં ગયા હોય તો તમે જોયું હશે કે કાર્યક્રમની શરૂઆતમાં દેશના પારંપરિક નૃત્ય કે પ્રસ્તુતિ દ્વારા શરૂઆત કરવામાં આવે છે.  

જે કોઇ પણ એબોરિજિનલ સંસ્કૃતિને સમજે છે તેમને ખબર જ હશે કે તેઓ પોતાની સંસ્કૃતિ સાથે કેટલી હદથી જોડાયેલા હોય છે. ડેની જણાવે છે કે, "એબોરિજિનલ સંસ્કૃતિને યાદ ન કરવી, તેમની સ્વીકૃતિ ન કરવી એ એબોરિજિનલ સમાજની અવગણના કરવા બરાબર છે."

તેથી જ, જો તમે કોઇ પણ કાર્યક્રમમાં જાઓ તો એબોરિજિનલ સમાજને, સંસ્કૃતિને માન-સમાન આપવું જરૂરી છે. તમારો કાર્યક્રમ મોટો હોય અને જો શક્ય હોય તો, પારંપરિક આવકાર પ્રસ્તુત કરવો જરૂરી છે.

5. એબોરિજિનલ લોકોના બદલે વાત કરવી

સૌથી વધુ નિરાશા ત્યારે થાય છે જ્યારે અન્ય સમાજના લોકો એબોરિજિનલ લોકોને પોતાના વાર્તાલાપમાં સામેલ કર્યા વગર જ તેમના વિશે ટીપ્પણી શરૂ કરી દે છે.

"ઘણી વખત માધ્યમોમાં એવું જોવા મળે છે કે, આદિજાતીમાંથી ન આવતા હોય એવા લોકો પણ એબોરિજિનલ સમાજને પડતી મુશ્કેલીઓ વિશે પોતાનો અભિપ્રાય આપતા હોય છે. ડેની જણાવે છે કે, આ પ્રકારની ઘટના ઘણી વખત જોવા મળી છે અને તેના દ્વારા ખોટી માહિતી ફેલાય છે જે જાતિવાદ સુધી પહોંચે છે."

એબોરિજિનલ સમાજના લોકો અને તેમની સંસ્કૃતિની ખોટી છબી પેદા થાય છે.
Celeste Liddle addressing the massive crowd at the Melbourne march.
Celeste Liddle addressing the massive crowd at the Melbourne march. Source: NITV News – Kris Flanders

અંતિમ સલાહ:

જ્યારે પણ તમે એબોરિજિનલ 'Aboriginal' શબ્દ લખો ત્યારે હંમેશા કેપિટલ  'A' નો ઉપયોગ કરો, અને ઇન્ડીજીનીસ Indigenous શબ્દ માટે કેપિટલ 'I'. આ ઉપરાંત ગોમેરોઇ Gomeroi માટે કેપિટલ 'G' અને ક્યારેય પણ કોઇ ઇન્ડિજીનીસ દેશનો ઉલ્લેખ કરો ત્યારે હંમેશાં પ્રથમ અક્ષર કેપિટલમાં જ લખો. એ, તેમને માન આપશે.

Listen to every Wednesday and Friday at 4 pm. 


Share
Published 30 May 2019 3:19pm
Updated 12 August 2022 3:27pm
By Nabil Al Nashar, Danny Teece-Johnson
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service