Feature

ઘરેથી નોકરી કરવાની કાર્યશૈલી સામાન્ય બનતા વર્ક-લાઈફ બેલેન્સ કેવી રીતે જાળવશો

તજજ્ઞોની સલાહ છે કે જો તમારે ઘરેથી વધારે કામ કરવું હોય તો તમારા મેનેજર સાથે પ્રામાણિકતા સાથે વાત કરવી જોઇએ.

ABS LABOUR FORCE FIGURES

People in the central business district (CBD) of Sydney. Source: AAP / BIANCA DE MARCHI/AAPIMAGE

Key Points
  • ઘરેથી કામ કરનાર લોકોની સંખ્યામાં ઘટાડો, જે માર્ચ મહિનામાં 43 ટકાથી ઘટીને સપ્ટેમ્બર મહિનામાં 26 ટકા થઇ છે- નવા અભ્યાસના આધારે
  • કંપનીમાં મેનેજર્સ ઇચ્છે છે કે કર્મચારીઓ ઓફિસમાં વધુ સમય કામ કરે – ડૉ. મોહન થિટે, સહપ્રાધ્યાપક
  • સેનેટ કમિટી એવા કાયદાની ભલામણ કરે છે કે જે કર્મચારીઓને ‘કામથી અલગ થવાના હક’ આપે
એક અભ્યાસ પ્રમાણે, કોવિડ-19ના પ્રતિબંધો હળવા થતા કાર્યસ્થળે શરૂ થયેલી હાઇબ્રીડ (મીશ્ર) વર્ક પેટર્ન કે જેમાં કેટલાક દિવસ ઘરેથી કામ કરવાનું અને કેટલાક દિવસ ઓફિસ જઇને કામ કરવાનું, તે ઓસ્ટ્રેલિયામાં સામાન્ય બની ગયું છે.

રીપોર્ટના આધારે, મોટાભાગના વ્યવસાયોમાં કર્મચારીઓએ આ વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનામાં ઘરેથી (વર્ક ફ્રોમ હોમ) કામ ઓછું કર્યું હતું.

વર્ક ફ્રોમ હોમ માટે કુલ કામના કલાકો માર્ચ મહિનામાં 43 ટકા હતા જે સપ્ટેમ્બર મહિનામાં ઘટીને 26 ટકા થયા છે.

WFHના આંકમાં દ.ઓસ્ટ્રેલિયામાં 53 ટકા, પ્રાદેશિક રાજ્યો/ તાસ્મેનિયામાં 48 ટકા અને નોર્ધન ટેરેટરીમાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે.

યુનિવર્સિટી ઓફ સિડની બિઝનેસ સ્કૂલ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ સ્ટડીઝના ડિરેકટર પ્રોફેસર ડેવિડ હેન્સરે જણાવ્યું હતું કે, આ તારણો સૂચવે છે કે હવે આ મીશ્રીત કામ કરવાની ઢબ(ના સંદર્ભમાં) સર્વ સામાન્ય થઇ રહી છે.

પ્રોફેસર હેન્સરે જણાવ્યું હતું કે, આ હાઇબ્રીડ વર્ક પેટર્ન અપનાવી લેવાશે, તેવા સંકેતો તેઓ જોઇ રહ્યા છે.
Businesswoman planning strategy on video call
New South Wales and Victoria had the highest WFH proportion at 31.4 per cent and 28.9 per cent in September. Credit: Morsa Images/Getty Images
ગ્રિફિથ યુનિવર્સિટીમાં કર્મચારી સંચાલન અને ઔદ્યોગિક સંબંધો શીખવતા સહ પ્રાધ્યાપક ડૉ. મોહન થિટે જણાવે છે કે, ઓસ્ટ્રેલિયા રોગચાળામાંથી બહાર આવતાની સાથે જ કંપનીના સંચાલકોની અપેક્ષાઓ વધી રહી છે.

SBS સાથેની વાતચીતમાં ડૉ. થિટે જણાવે છે કે, મેનેજર્સ ઇચ્છે છે કે કર્મચારીઓ કાર્યસ્થળે કામ કરવા પાછા આવે અને અન્ય કર્મચારીઓની સાથે હળેમળે, પરંતુ તેઓને એ પણ ડર સતાવે છે કે જો કર્મચારીઓ ઘરેથી વધુ કામ કરે તો કામદારો પર તેઓ નિયંત્રણ ગુમાવી દેશે.

ડૉ.થિટે અભ્યાસને ધ્યાનમાં રાખીને જણાવે છે કે, સંશોધન દર્શાવે છે કે ઘરેથી કામ કરતા હોય કે ઓફિસથી દૂર બીજા કોઈ સ્થળેથી કામ કરતા હોય તેવા કર્મચારીઓની ઉત્પાદકતામાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. હકીકતમાં તો ઉત્પાદકતા ખરેખર વધી છે.
કાર્ય- જીવનનું સંતુલન કેવી રીતે જાળવી રાખવું

લોકડાઉનના સમયમાં ઘરેથી કામ કરતા કર્મચારીઓને ઓફિસમાંથી કામ કરવું વધુ અઘરું લાગી રહ્યું છે, કારણ કે તેઓને ઘરેથી કામ કરવાની આદત પડી ગઇ છે તો સાથે જ લોકડાઉન દરમિયાન મુસાફરીનો સમય પણ બચી જતો હતો.

સિડની યુનિવર્સિટીમાં વર્ક એન્ડ ઓર્ગેનાઈઝેશનલ સ્ટડીઝ શિસ્તના વરિષ્ઠ લેક્ચરર ડૉ. જેમ્સ ડોનાલ્ડે જણાવ્યું હતું કે કર્મચારીઓએ તેમના મેનેજર સાથે પ્રમાણિકતાથી અને સીધી વાતચીત કરવી જોઈએ.

ડૉ. ડોનાલ્ડ જણાવે છે કે, કેટલીક સંસ્થાઓ માટે શક્ય નથી કે કર્મચારીઓ ઘરેથી કામ કરે. ઘણી કપંનીઓએ તો અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસ આવીને કામ કરવાનું ફરજીયાત ફરમાન આપ્યું છે તો ઘણી કંપનીઓમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કંપની પાસે આવી કોઇ નીતિ હોય તો પણ, તે માળખામાં ઘણી વખત કેટલીક છૂટ જોવા મળતી હોય છે.
કર્મચારીઓએ તેમના મેનેજર સાથે વાતચીત કરવી જોઇએ, તેમાં તેઓએ પોતાની જાતને નાની ન ગણવી જોઇએ. તેઓ વિગતો સાથે જણાવી શકે છે કે જ્યારે તેઓ ઘરેથી કામ કરતા હતા ત્યારે વધુ કાર્યક્ષમ હતા અને ઘરેથી કામ કરવાથી તેમનું માનસિક સ્વાસ્થ સારું હતું અને સુખાકારી જીવન હતું.
ડૉ. ડોનાલ્ડે કર્મચારીઓને ધ્યાનમાં રાખતા જણાવ્યું હતું કે, હાલ બજારમાં કર્મચારીઓની અછત હોવાના કારણે નોકરીદાતા કર્મચારીઓને સાંભળે તેવી શક્યતા છે.

તેઓએ કહ્યું કે, આખરે કંપનીઓમાં મોટાભાગના મેનેજર્સ શ્રેષ્ઠ કર્મચારીઓને સાચવવા માંગતા હોય છે, પણ આ સમય એવો છે કે તેઓ સારા કર્મચારીઓને ગુમાવી પણ શકે છે.

ડૉ. ડોનાલ્ડ સમજાવે છે કે, અત્યારે પરિસ્થિતિ એવી છે કે જેની લાઠી તેની ભેંસ. કર્મચારીઓએ વાત કરતા ખચકાવું જોઇએ નહીં, તેઓએ સમજવાની જરૂર છે કે આ વાતચીતથી તેઓ નોકરી ગુમાવશે નહીં.

ઘરેથી કામ કરવાની નકારાત્મક અસર

ડૉ. થિટેએ કહ્યું કે જ્યારે કર્મચારીઓ ઘરેથી કામ કરવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ ઘરેથી કામ કરવાની નકારાત્મક અસરો પણ જાણવી જોઈએ.

ડૉ. થિટે માનસિક સ્થિતીને ધ્યાનમાં રાખીને કહે છે કે, ઘરેથી કામ કરવું પણ એટલું સહેલું નથી. તેના કારણે મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ પણ સામે આવે છે, જેની અસર કર્મચારીઓના જીવનમાં દેખાઇ આવે છે જેમ કે, તેઓ આઇસોલેટ થઇ જાય છે, લોકોની સાથે વાતચીતમાં ખચકાટ અનુભવે છે. ઘરેથી કામ કરતા હોવ ત્યારે કુટુંબના સભ્યો બાજુમાં હોય અને તેની વચ્ચે શાંત રહેવું, કામ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવું, આ બધા તણાવની વચ્ચે સંતુલન જાળવવું અઘરું બની જતું હોય છે.

ડૉ. થિટે જણાવે છે કે, કર્મચારીઓએ સમજવાની જરૂર છે કે તેઓ જ્યારે ઓફિસમાંથી કામ કરે છે ત્યારે તે તેમને અંગત અને વ્યાવસાયિક લાભ પણ મળતા હોય છે.

સલાહ આપતા ડૉ.થિટેએ કહ્યું કે, તાજી હવામાં શ્વાસ લો અને લોકોની સાથે વાતચીત કરો. આજની અર્થવ્યવસ્થા નવિનીકરણ અને સર્જનાત્મતા પર આગળ વધી રહી છે ત્યારે તમારી અંદર રહેલી સર્જનાત્મકતાને ખીલવવા માટે તમારે લોકોને મળવું પડશે, વાતચીતો કરવી પડશે તો જ તમે નવું કામ અલગ રીતે કરી શકશો.
આ એક સહયોગી પ્રયાસ છે, આજના સમયમાં કામ કરવા માટે ટીમવર્ક જરૂરી છે. તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછા થોડા દિવસ ઓફિસમાંથી કામ કરવું એ પણ કર્મચારીઓના હિતમાં છે.
ડૉ. ડોનાલ્ડે કહ્યું કે ઘરેથી કામ કરાવવા માટે કંપનીએ કાળજીપૂર્વક સંચાલન કરવું જોઇએ.

તેઓ વધુમાં ઉમેરે છે કે, કામના કલાકો બાદ કર્તેમચારીએ ઈમેલ કે ફોનનો જવાબ આપવો કે નહીં, એ કંપની પર અને તેના કર્મચારીઓને મદદ કરવા માટેની નીતિઓ પર આધારીત છે.

ડૉ. ડોનાલ્ડ કહે છે કે, આમ કરવાથી કંપનીમાં પણ સારી સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે અને લોકો પણ સુરક્ષા અનુભવશે.

અલગ થવાનો હક
કામ અને સંભાળ પરની સેનેટ સમિતિએ ગયા મહિને ઓસ્ટ્રેલિયન સરકારને એક નવા કાયદા પર વિચાર કરવાની સલાહ આપી હતી જે કર્મચારીઓને “કામથી અલગ કરવાનો અધિકાર” આપે છે.

સમિતિએ જણાવ્યું હતું કે, રોગચાળામાં ઘરેથી કામ કરતા કર્મચારીઓની સંખ્યા વધી અને તેનાથી ઘણા કામદારોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.

સમિતિએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે નવી વર્ક ફ્રોમ હોમની રચના ઘણી ફળદાયી છે અને ઘણા પરિવારોનો મુસાફરીનો સમય બચી ગયો છે. તેના કારણે કામ કરવાના કલાકોમાં વધારો થયો છે.

સમિતિના મત મુજબ, કામથી અલગ થવાના અધિકાર હેઠળ:

  • ઘરેથી વધુ કાર્યક્ષમ બનવા માટે ટેકો આપો અને કામ માટેની પદ્ધતિમાં છૂટને સમર્થન આપો
  • કામદારોના કરારના કલાકોની બહાર તેમની નોકરીથી અલગ થવાના અધિકારનું રક્ષણ કરો અને નોકરીદાતા આ અધિકારનો અમલ કરે.
  • જ્યાં પણ શક્ય હોય ત્યા અધિકારને વ્યાજબી રીતે સમાવવા માટે નોકરીદાતાઓ પર હકારાત્મક ફરજ મુકો.
  • નોકરીદાતાઓ અધિકારનો અમલ કરતા નથી ત્યાં કર્મચારીઓને ફેર વર્ક કમિશનમાં અપીલ કરવાની મંજૂરી આપો જ્યાં
કેટલાક યુરોપિયન દેશોમાં સમાન અધિકાર પહેલેથી જ અસ્તિત્વમાં છે.

SBS is committed to providing all COVID-19 updates to Australia’s multicultural and multilingual communities. Stay safe and stay informed by visiting regularly the 

Share
Published 8 November 2022 3:45pm
By Sahil Makkar
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service