ચોરાયેલી કારે અકસ્માત સર્જતા ભારતીય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ

અકસ્માત સમયે 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સ્ટેન્ડ પર બસની રાહ જોઇ રહ્યો હતો, વિદ્યાર્થીને અડફેટે લીધા બાદ કાર ઝાડ સાથે અથડાઇ.

hit and run

Jaideep Mandhan sustained critical injuries after being hit by a stolen car Source: Facebook

મેલ્બર્નના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇ રહેલા 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને ચોરાયેલી કારે ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે.

સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે પ્રમાણે, કાળા રંગની હોન્ડા એકોર્ડ કાર બસ સ્ટેન્ડ તરફ ઝડપથી આગળ વધે છે અને ભારતીય વિદ્યાર્થી જયદીપ મંધાન તથા પાસે બેસેલી 17 વર્ષીય યુવતીને અડફેટમાં લે છે. 

આ ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.

પ્રત્યક્ષદર્શી લેઇહ ફિસ્ટે 9News ને જણાવ્યા અનુસાર, "પૂરપાટ ઝડપે આવતી કાર જયદીપ મંધાનને ટક્કર મારે છે અને ત્યારબાદ તે ઝાડ સાથે અથડાય છે."

"કારની ઝાડ સાથેની અથડામણ એટલી ભયાનક કરી કે તે અથડાયા બાદ પણ પાંચ ફૂટ પાછી આવી હતી." તેમ તેણે ઉમેર્યું હતું.
hit and run
Jaideep Mandhan remains in a critical but stable condition. Source: Facebook
અકસ્માત બાદ જયદીપ મંધાનને ઘણી ગંભીર ઇજાઓ પહોંચી છે અને તે હાલમાં આલ્ફ્રેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે જ્યાં તેની હાલત સ્થિર છે.

અકસ્માત બાદ ભારતના હરિયાણા રાજ્યના કરનાલ શહેરમાં રહેતા તેના પરિવારજનોને જાણ કરી દેવાઇ હતી અને તેઓ મેલ્બર્ન આવવા રવાના થઇ ગયા છે.

અકસ્માત સર્જનાર ડ્રાઇવરની ઓળખ થઇ ગઇ છે. તે મેલ્બર્નના પશ્ચિમ ભાગમાં આવેલા બેયબ્રૂક વિસ્તારમાં રહે છે. તેની ઉંમર 35 વર્ષની આસપાસ છે.

તેની ધરપકડ કર્યા બાદ તેને મોનાશ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કાર બે દિવસ અગાઉ ફોરેસ્ટ હિલ વિસ્તારમાંથી ચોરાઇ હતી.

Share
Published 7 February 2019 3:41pm
By Avneet Arora
Presented by Vatsal Patel


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service