ન્યૂ સાઉથ વેલ્સમાં ડ્રીન્ક-ડ્રાઇવિંગ રોકવા મોટું અભિયાન, પોલીસે વીકએન્ડ દરમિયાન 75 હજાર જેટલા બ્રેથ ટેસ્ટ કર્યા

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે રાજ્યના વિવિધ હાઇવે પર હાથ ધરેલા ઓપરેશન નેબ્ડમાં 75,000 જેટલા બ્રેથ ટેસ્ટ કર્યા, 260 ડ્રાઇવર્સને આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ બદલ ઝડપ્યાં.

Drinking water at the wheel on 39-degree day lands Brisbane driver $173 fine

Drinking water at the wheel on 39-degree day lands Brisbane driver $173 fine Source: Pixabay

ન્યૂ સાઉથ વેલ્સના સિડની શહેર અને તેની આસપાસના હાઇવે પર રાજ્યની ટ્રાફિક પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું અને છેલ્લા વીકએન્ડ દરમિયાન પોલીસે આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ કરતા હોય તેવા 260 ડ્રાઇવર્સને પકડ્યાં હતા.

ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાફીક પોલીસે શુક્રવારે 6 સપ્ટેમ્બરથી શનિવારે 7મી સપ્ટેમ્બર શનિવાર સુધી રાજ્યના વિવિધ હાઇવે પર ઓપરેશન નેબ્ડ હાથ ધર્યું હતું.

75,000 જેટલા બ્રેથ ટેસ્ટ કરાયા

પોલીસે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દિવસ રાત્રે 9 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી M2, M4, M5, M7, M1 અને પ્રીન્સેસ હાઇવે પર ધરવામાં આવેલા ઓપરેશનમાં 75,000 જેટલા બ્રેથ ટેસ્ટ (શ્વાસનું પરીક્ષણ) કરવામાં આવ્યા હતા.
Using mobile phone while driving
NSW Police patrol on the highway Source: nswpolice
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં પોલીસે M4 પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઇકચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ઉભો રહ્યો નહોતો.

પોલીસે ત્યાર બાદ બાઇકને પ્રોસ્પેક્ટ હાઇવે પરથી જપ્ત કર્યું હતું. જ્યાં ડ્રાઇવરે તેને ઝાડીમાં મૂકી દીધું હતું. થોડી વાર પછી, પોલીસે ડ્રાઇવરની પણ ધરપકડ કરી લીધી હતી અને તેને વેસ્ટમીડ હોસ્પિટલમાં ચેક-અપ માટે દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે વિવિધ ચાર્જ દાખલ કર્યા

પોલીસે 32 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ કરી હતી અને તેની પર ભયજનક રીતે વાહન ચલાવવું, ડ્રાઇવિંગ લાઇસન્સ વર્ષ રદ હોવા છતાં પણ વાહન ચલાવવા જેવા ગુના દાખલ કર્યા હતા.

6 અને 7 સપ્ટેમ્બર 2019 દરમિયાન કરવામાં આવેલા "ઓપરેશન નેબ્ડ"ના આંકડા

  • બ્રેથ ટેસ્ટ :- 75574
  • ડ્રીન્ક ડ્રાઇવિંગ :-  260
  • ટ્રાફીક ચાર્જ :- 119
  • ટ્રાફીકનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ :- 1928
ન્યૂ સાઉથ વેલ્સ સેન્ટર ફોર રોડ સેફ્ટી એક્સીક્યુટીવ ડીરેક્ટર, બર્નાન્ડ કાર્લોને જણાવ્યું હતું કે રાજ્યના રોડ પર કોઇ પણ પ્રકારની ગેરવર્તણૂક સાંખી લેવામાં આવશે નહીં.

ડ્રાઇવર્સે એ જોવું જોઇએ કે આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ કરવાથી તેઓ પોતાનો અને અન્ય નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

Share
Published 10 September 2019 2:39pm
Updated 10 September 2019 2:58pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service