નર્સો અને ડોક્ટરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા

ઓસ્ટ્રેલિયામાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે નવી ગાઇડલાઇન્સ અમલમાં આવી.

 تحسين فرص العمل للاطباء القادمين الى استراليا

تحسين فرص العمل للاطباء القادمين الى استراليا Source: Public Domain

ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા હેઠળ ડોક્ટરો અને નર્સોએ સોશિયલ મીડિયાના ઉપયોગમાં સાવચેતી રાખવાની જરૂર છે.

આ માર્ગદર્શિકા ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર એસોશિયેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. વર્તમાન સોશિયલ મીડિયા નીતિ 2014માં તૈયાર કરવામાં આવી હતી. જેમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.

આ માર્ગદર્શિકા તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જેમ કે ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર અને લિન્ક્ડઇન તથા યૂ ટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, વીકિપીડીયા જેવી સાઇટ્સના ઉપયોગ સાથે સંકળાયેલી છે.
social media
Social media apps Facebook, Twitter and Instagram Source: AAP
આ માર્ગદર્શિકા અંતર્ગત કોઇ પણ સામાજિક કાર્યકર્તાઓએ અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે તેમની સામાજિક જવાબદારીઓનું પાલન કરવું આવશ્યક બને છે.

આ માર્ગદર્શિકા પ્રમાણે, જો તમે આરોગ્ય કાર્યકર હોવ તો સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરવામાં સાવચેતીની જરૂર છે.

આ અંગે એએચપીઆરએફના પ્રવક્તાએ એસબીએસ મલયાલમને જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા મેડિકલ બોર્ડ, નર્સિંગ અને મિડવાઇફ બોર્ડ જેવી દરેક એજન્સીઓને લાગૂ પડે છે.
Health literacy
Source: Shuttlecock

સૌથી મહત્વપૂર્ણ સૂચનાઓ

  • સોશિયલ મીડિયાના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવું કે દર્દીઓ તથા તેમના સબંધીઓની ગોપનીયતા સાથે ચેડા કરવામાં ન આવે.
  • સૌશિયલ મીડિયા પર દર્દીની સાંસ્કૃતિક તથા સામાજિક માન્યતાઓ સાથે સમાધાન કરવામાં આવે.
  • દર્દીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે સોશિયલ મીડિયાની ગાઇડલાઇન્સ પ્રમાણે જ વ્યવહાર કરવો.
એએચપીઆરએ આ પરિસ્થિતી સમજવા ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે-

  • આરોગ્ય કર્મચારીઓમાં જાહેર આરોગ્ય પ્રણાલી વિશે અલગ અલગ મંતવ્યો ધરાવી શકે છે પરંતુ સોશિયલ મીડિયા પર મતભેદ વ્યક્ત ન કરવા જોઇએ.
  • વિરોધાભાસ પ્રગટ કરતી કોઇ પણ પ્રકારની ટીપ્પણી સોશિયલ મીડિયામાં ન કરવામાં આવે.
  • ઉદાહરણ તરીકે - જો કોઇ નર્સ રસીકરણ વિરુદ્ધના અભિયાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ટીપ્પણી કરે તો તે નર્સિંગ અને મિડવાઇફ બોર્ડની આચારસંહિતાનું ઉલ્લંઘન ગણી શકાય.
એએચપીઆરએના મીડિયા યુનિટના પ્રવક્તાએ એસબીએસ મલયાલમને જણાવ્યું હતું કે આ પરિસ્થિતીમાં ડોક્ટરો અને નર્સોએ સ્વૈસ્છિક નિર્ણય લેવામાં મદદરૂપ થશે.

ગોપનીયતા સુનિશ્ચિત કરવી

સોશિયલ મીડિયામાં કોઇ પણ પોસ્ટ કરતી વખતે દર્દીની ગોપનીયતા સાથે ચેડા કરવામાં ન આવે.

માર્ગદર્શિકા પ્રમાણે, સમલૈંગિકતા તથા સમાન મુદ્દાઓ વિશે સોશિયલ મીડિયામાં ટીપ્પણી કરવામાં આવે તો દર્દીઓ ફરિયાદ કરી શકે છે.

ફરિયાદ કરી શકાય

એએચપીઆરએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે તો લોકો ફરિયાદ કરી શકે છે.

એએચપીઆરએની વેબસાઇટ અથવા 1300 419 495 પર ફરિયાદ કરી શકાય છે.

આ ફરિયાદોને સંબંધિત બોર્ડ દ્વારા ધ્યાનમાં લેવાશે અને આગળની કાર્યવાહી હાથ ધરાશે.


Share
Published 12 December 2019 3:38pm
By Deeju Sivadas
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service