SBS Gujarati Diwali Competition 2024 - દિવાળીની ઉજવણી વિશેના ઓડિયો મેસેજ મોકલો અને ઇનામ જીતો

હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી થાય છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો પાસે તક છે, SBS Gujarati Diwali Competition 2024 માં ભાગ લઇને આકર્ષક ઇનામ જીતવાની.

Family Diwali celebrate - stock photo

Indian, Indian ethnicity, Indian Culture, Tradition, Family, Credit: Deepak Sethi/Getty Images

SBS Gujarati Diwali Audio Message Competition 2024

તમારા દિવાળીની ઉજવણી અને યાદોના સંદેશ અમને gujarati.program@sbs.com.au પર 25 ઓક્ટોબર 2024થી 8 નવેમ્બર 2024 દરમિયાન મોકલો.

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે...

દિવાળીની ઉજવણીમાં તમારા માટે શું ખાસ છે?

દાખલા તરીકે, અમુક લોકો માટે પરિવાર સાથે ઉજવણી કરવી સૌથી મહત્વની છે તો કોઇને માટે દિવાળી એટલે મીઠાઇ કે અવનવી વાનગીઓની મજા માણવી. ઘણા લોકો દિવાળીની ખરીદી માટે આતુરતાથી રાહ જોતા હોય છે તો ઘણા માટે ફટાકડા વિના દિવાળીની ઉજવણી શક્ય ન હોય.

તમારા માટે દિવાળીમાં ખાસ શું છે અને તમે ઓસ્ટ્રેલિયામાં દિવાળી કેવી રીતે ઉજવો છો?

આ અંગે તમારે ઓડિયો મેસેજ રેકોર્ડ કરીને સંદેશ મોકલવાના રહેશે.

ઓડિયો મેસેજ 30 સેકન્ડ્સથી મહતમ 1 મિનિટની સમય મર્યાદામાં હોય એ જરૂરી છે.

ઇનામ

સ્પર્ધામાં 3 વિજેતા પસંદ કરવામાં આવશે. ઇનામ સ્વરૂપે તેમને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.
  • પ્રથમ વિજેતાને 150 ઓસ્ટ્રેલિયન ડોલર
  • બીજા વિજેતાને 100 ઓસ્ટ્રેલિયન ડોલર
  • ત્રીજા વિજેતાને 100 ઓસ્ટ્રેલિયન ડોલર
સ્પર્ધામાં ભાગ લેવાની પ્રક્રિયા

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે ઓડિયો સંદેશ gujarati.program@sbs.com.au પર મોકલવાનો રહેશે.

સ્પર્ધામાં ભાગ લેનારી વ્યક્તિએ તેમની માહિતી જેમાં, નામ, જન્મ તારીખ, ઓસ્ટ્રેલિયામાં ઘરનું સરનામું, ઇ-મેલ એડ્રેસ, ફોન નંબર મોકલવાનો રહેશે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિએ જો સ્પર્ધામાં ભાગ લેવો હોય તો તેમના માતા-પિતાએ ઇ-મેલમાં બાળકની ભાગ લેવાની મંજૂરી અને બાળકની વિગતો આપવાની રહેશે. 

માતા-પિતાએ ઇ-મેલમાં તેમની પોતાની વિગતો આપવી જરૂરી છે.

25 ઓક્ટોબર 2024થી 8 નવેમ્બર 2024 (AEST) સાંજે 5 વાગ્યા સુધી એન્ટ્રી મોકલી શકો છો.

વિજેતાઓની જાહેરાત

સ્પર્ધકોમાંથી 3 વિજેતા પસંદ કરવામાં આવશે. જેની જાહેરાત 8મી નવેમ્બર બાદ કરવામાં આવશે. વિજેતાને ઇ-મેલ અથવા ફોન દ્વારા જાણકારી આપવામાં આવશે.

SBS Gujarati વેબસાઇટ પર તથા રેડિયો કાર્યક્રમમાં સ્પર્ધકોના ઓડિયો મેસેજ પ્રસિદ્ધ કરવામાં આવશે. 

સ્પર્ધામાં ભાગ લેવાની શરત

SBS Gujarati Diwali Audio Message Competition 2024માં હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી કોઇ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકે છે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિએ જો સ્પર્ધામાં ભાગ લેવો હોય તો, તેમના માતા-પિતાએ તેમના બદલે તેમની એન્ટ્રી સબમીટ કરવાની રહેશે.

સ્પર્ધાના પ્રાયોજક, પ્રાઇઝ સપ્લાયર અને તેની સાથે જોડાયેલી કંપની તથા તેમના નજીકના પરિવારજનો ભાગ લઇ શકશે નહીં.

સ્પર્ધામાં વ્યક્તિ દીઠ એક જ એન્ટ્રી મોકલાવી શકાશે.

સ્પર્ધાની અન્ય શરતો માટે ની મુલાકાત લો.

** ઓડિયો મોકલીને તમે SBSને તે સોશિયલ મીડિયા સહિતના માધ્યમ પર વાપરવાની પરવાનગી આપી રહ્યા છો. તથા, તમામ વયસ્ક સ્પર્ધક અને 18 વર્ષની ઓછી વયના બાળકોના માતા-પિતા આ અંગે સંમતિ આપી રહ્યા છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share
Published 23 October 2024 1:42pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service