સેટલમેન્ટ ગાઈડ: ઓસ્ટ્રેલિયા ડે, આક્રમણ દિવસ કે સર્વાઇવલ દિવસ?

એસ બી એસના ઇન્ડિજીનીયસ બોડકાસ્ટર NITV સાથે જાણીએ 26મી જાન્યુઆરી માટે વપરાતા અનેક નામો પાછળનો અર્થ.

flags

Source: Getty

ઓસ્ટ્રેલિયા ડેનો અર્થ ઓગણીસમી શતાબ્દીની શરૂઆત માં પ્રચલિત થયો અને આજે આ દિવસ રાષ્ટ્ર માટે ઉજવણીનો અવસર છે. ઘણા લોકોનું માનવું છે કે આ ઉજવણી સાથે આ અવસર અહીંના ઇન્ડિજીનીયસના ઇતિહાસ અને તેમને આદર આપવાનો પણ છે.

ઓસ્ટ્રેલિયા ડે

Australia
'Founding Of Australia' -painting by Algernon Talmadge. Captain Arthur Phillip raises flag to declare British possession at Sydney Cove, Australia, 26 Jan 1788 Source: Getty


 

26મી જાન્યુઆરી 1788ના રોજ બ્રિટિશ કેપિટન આર્થર ફિલિપે પોર્ટ જેક્સન (હાલનું  સિડની કોવ)  ખાતે બ્રિટિશ ઝંડો લહેરાવ્યો અને અહીં બ્રિટિશ સામ્રાજ્યની ચોકીની ઘોષણા કરી તે દિવસની યાદમાં ઉજવાય છે.

રાષ્ટ્રીય જાહેર રજા

sumemr
IS tirade urges new attacks in Australia Source: Public Doamin


 

ઓસ્ટ્રેલિયા ડેની જાહેર રજા વર્ષ 1944થી આપવામાં આવે છે, જ્યારથી સમગ્ર દેશમાં આ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી. ઘણા લોકો આ દિવસે સામુદાયિક ઇવેન્ટમાં ભાગ લે છે, પરિવાર સાથે બાર્બેક્યૂ કરે છે  અને આંગણામાં મિત્રો સાથે  ક્રિકેટ રમે છે.

સિટિઝનશીપ સેરેમનીસ

ceremony
Prime Minister Malcolm Turnbull (C) with newly sworn Australian citizens at an Australia Day Citizenship Ceremony. Source: Public Domain


 

 

26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં વિવિધ જગ્યા એ નવા નાગરિકોને નાગરિકતા આપતી સિટિઝનશીપ સેરેમની યોજાય છે.

 ઓસ્ટ્રેલિયન નાગરિક બનનારે દેશ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા માટે પ્રતિજ્ઞા લેવાની હોય છે -  .

આ અંગે વધુ માહિતી માટે મુલાકાત લ્યો .

આક્રમણ દિવસ

parade
People marched throughout the nation on Australia Day 2016, and called for it to be renamed 'Invasion Day' Source: Public Domain


કેટલાક ઓસ્ટ્રેલિયાનો માટે, ખાસ કરીને એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રેઇટ આઇલેંડર સમુદાય માટે 26 મી જાન્યુઆરી ઉજવણીનો અવસર નથી. તેઓ મને છે કે આ દિવસે તેમની માલિકીની ભૂમિ પર અંગ્રેજોએ આક્રમણ કર્યું હતું અને અહીં સ્થાયી થયા હતા.

શોકનો દિવસ

protest
A picture of protestors on the Day of Mourning on January 26 in 1938. Source: SBS


વર્ષ 1938ના બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપનાની 150મી વર્ષગાંઠે વિલિયમ  કૂપર નામક  એબોરિજિનલ પ્રોગ્રેસિવ એસોસિયેશનના સભ્ય અને અન્ય કાર્યકર્તાઓએ  મળીને શોક દિવસ('') મનાવ્યો અને વિરોધ પ્રદર્શન કર્યું. 

આ દિવસે ઓસ્ટ્રેલિયાના એબોરિજિનલ અને હોરેસ સ્ટ્રીટ આઇલેંડર સમુદાયના ઇતિહાસને,  સરકારી નીતિઓના કારણે તેમને સહેલ પીડાને અને કેટલાય લોકોને તેમની પરંપરાગત ભૂમિ થી, સંસ્કૃતિથી દૂર કરી દેવાની ઘટનાને ઓળખવાનો પણ દિવસ માનવામાં આવે છે.

ઇન્ડિજીનીયસ સાર્વભૌમત્વ

abb
Indigenous Sovereignty Source: PD


 આક્રમણ દિવસને ઇન્ડિજીનીયસ લોકોની સંપ્રભુતાના મુદ્દાને ઉજાગર કરવાની તક તરીકે પણ જોવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના વિવિશ શહેરોમાં દરવર્ષે ઓસ્ટ્રેલિયા ડે ની ઉજવણીના વિરોધમાં અને ઓસ્ટ્રેલિયન ઇન્ડિજીનીયસ લોકોની સંપ્રભુતા, હક્કો માટે વિરોધ પ્રદર્શન  યોજવામાં આવે છે.

શા માટે તરીકે બદલવી જોઈએ?

protest
An Australia Day protest on January 26, 2016. Source: SBS



26મી જાન્યુઆરીને લઈને ખાસ કન્સર્ન એ છે કે મોટાભાગના દેશો પોતાની આઝાદી કે અન્ય કોઈ ખાસ દિવસ ને રાષ્ટ્રીય દિવસ  () તરીકે ઉજવે છે જયારે ઓસ્ટ્રેલિયામાં  બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆતનો દિવસ રાષ્ટ્રીય દિવસ છે.  

સર્વાઇવલ દિવસ

A woman holds the Aboriginal and Torres Strait Island flags at a Survival Day Concert on January 26, 2015.
A woman holds the Aboriginal and Torres Strait Island flags at a Survival Day Concert on January 26, 2015. Source: ss


કેટલાક એબોરિજિનલ અને ટેરેસ સ્ટ્રીટ આઇલેંડર લોકો માટે ઓસ્ટ્રેલિયા ડે તેમના લોકો અને સમુદાયના સર્વાઈવલને ઓળખવાનો અવસર છે.

નેશનલ ઓસ્ટ્રેલિયા ડે કાઉન્સિલની સ્થાપના વર્ષ 1979માં કરવામાં આવી હતી. આ કાઉન્સિલ દ્વારા ઘણી ઉજવણીઓને આયોજિત કરવામાં આવે છે, જેમાં ઓસ્ટ્રેલિયન ઓફ ધ યરના પુરસ્કારો પણ સામેલ છે.

Read more information here.




Share
Published 20 January 2017 12:09pm
Updated 24 January 2017 1:33pm
By Harita Mehta


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service