સેટલમેન્ટ ગાઈડ : ઓસ્ટ્રેલિયામાં બેન્ક એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું?

ઓસ્ટ્રેલિયામાં બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટેની જરૂરી માહિતી

Line of customers at the bank

Line of customers at the bank branch. You might also be interested in these: Source: E+


ઓસ્ટ્રેલિયા આવતા જ પહેલી જરૂરત હોય છે બેન્ક એકાઉન્ટ ની. બેન્ક એકાઉન્ટની મદદથી રહેવાની જગ્યાનું ભાડું, પગાર ચુકવણી અને અન્ય નાણાકીય વ્યવહારમાં સરળતા રહે છે.

ભૂતપૂર્વ બેન્કર જેમ્સ વાકીમ કહે છે કે ઘણી કંપનીઓ પગાર ચુકવણી માટે રોકડમાં વ્યવહાર નથી કરતી. 80 થી 90 ટકા જેટલા ચુકવણીના વ્યવહાર બેન્ક એકાઉન્ટ મારફતે થાય છે.

બેંકો

A composite image of signage of Australia's 'big four' banks
Source: AAP
ઓસ્ટ્રેલિયામાં ચાર મોટી બેંકો છે -ANZ, વેસ્ટપેક, કોમનવેલ્થ અને NAB. આ ઉપરાંત ઘણી નાની બેંકો છે. બેંક વ્યવસ્થા સરકાર વડે નિયન્ત્રિત છે.

ટ્રાન્ઝેક્શન એકાઉન્ટ સિવાય બચત ખાતું, ટર્મ ડિપોઝિટ જેવા વિવિધ વિકલ્પો પણ મોજુદ છે, જેના મારફતે વ્યક્તિને પૈસાની બચત પર રીવોર્ડ પણ મળે છે.

ઓસ્ટ્રેલિયામાં બેન્ક એકાઉન્ટ ખોલાવવું સરળ છે. જો વ્યક્તિને અંગ્રેજી ભાષામાં તકલીફ પડતી હોય, તો બેંક તરફથી સહાયતા કરવામાં આવે છે.

પ્રક્રિયા શું હોય છે ?

Woman and man shaking hand
Source: CC0 Creative Commons
વ્યક્તિ ઓનલાઇન અથવા જે -તે બેંકની મુલાકાત લઈને બેન્ક એકાઉન્ટ ખોલાવી શકે છે.

વ્યક્તિ પાસે ઓળખ માટેના ઓછામાં ઓછા 2 દસ્તાવેજ હોવા જોઈએ, જેના 100 પોઈન્ટ્સ કે તેથી વધુ થતા હોય.

  • Birth Certificate
    Passport
    Citizenship Certificate
70 points

  • Drivers Licence (full / probationary / learner)
40 points

  • Any card on which your name appears:
    Medicare card
    Library Card
    Union Card
25 points

  • Documents on which your name and address appear:
    Car registration
    Utility bill
    Rental receipts
25 points

વ્યક્તિ કોઈપણ  શ્રેણીના વિસા ધરાવતી હોય, તે બેંકમાં ખાતું ખોલાવી શકે છે.

અન્ય સુવિધાઓ

બેંકમાં ખાતું ખોલાવવાની સાથે ડેબિટ - ક્રેડિટ કાર્ડ પણ મળે છે.

વ્યક્તિએ આ કાર્ડનો પિન નમ્બર કોઈપણ સાથે શેર ન કરવો જોઈએ.

બેંકની પસંદગી જરૂરત પ્રમાણે કરવી

Woman at a computer
Source: CC0 Creative Commons

વ્યક્તિએ પોતાની જરૂરત મુજબ બેંકની પસન્દગી કરવી જોઈએ. આ માટે મિત્રો, સાગા સંબંધીઓ અને પરિવારજનોની સલાહ લઇ શકાય.


 

 

 

 


Share
Published 5 February 2018 11:02am
Updated 12 August 2022 3:47pm
By Harita Mehta, Audrey Bourget, Wolfgang Mueller


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service