સેટલમેન્ટ ગાઈડ : ઓસ્ટ્રેલિયામાં મકાન ભાડુઆત માટે જાણવા જેવી વિગતો

ઓસ્ટ્રેલિયા આવેલ નવા આગન્તુકો માટે રહેવાની જગ્યા શોધવી સૌથી વિકટ પ્રશ્ન સમાન છે. જો આપ પહેલી વખત ઘર ભાડે લઇ રહ્યા હોવ અથવા આપને ભાડુઆત તરીકે રહેતા હોવ તો આ રહી કેટલીક જરૂરી જાણકારી.

For Rent signpost on sky

Announcement signpost For Rent on the blue sky, three-dimensional rendering, 3D illustration Source: iStockphoto

ભાડાનો કરાર સાવધાનીથી વાંચવો - સમજાવો

ભાડાનો કરાર (The residential tenancy agreement) લીઝ તરીકે પણ ઓળખાય છે. આ એક કાનૂની દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં કેટલીક શરતો જણાવેલ હોય છે જેમકે કેટલું ભાડું ભરવાનું રહેશે, કેવી રીતે ભરવાનું રહેશે, આ કરારની સમયસીમા, ક્યાં પ્રકારનો ભાડા કરાર છે, જરૂરી બોન્ડ અથવા ડિપોઝિટ ની માહિતી અને અન્ય નિયમો અને શરતો. આ દસ્તાવેજનો યોગ્ય અભ્યાસ કરીને જ સહી કરવી.
Rental agreement
rental agreement form Source: Getty Images

બોન્ડ ભરવો

ભાડે મકાન માટે ભરવો પડતો બોન્ડ કે ડિપોઝીટ  ભાડા થી અલગ છે. મકાન ભાડુઆત જરૂરી નિયમો કે શરતો નું પાલન ન કરે તેવી પરિસ્થિતિમાં બોન્ડ એ મકાનમાલિક માટે એક પ્રકરની સુરક્ષા છે. દા. ત. વિક્ટોરિયા માં ભાડુઆત વડે ભરેલો બોન્ડ એ   પાસે જમા થાય છે, અને ભાડા કરારનો અંત થતા આ બોન્ડ પરત આપવામાં આવે છે. 
Australian bank notes
Scattered Australian Cash Source: Getty Images

મકાનની પરિસ્થિતિ (હાલત)નો રિપોર્ટ ભરવો


જયારે ભાડાના મકાનમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે મકાનની સામાન્ય સ્થિતિનો અહેવાલ ભરવો જોઈએ જેમકે જરૂરી ફિટિંગ, મરમ્મતની જરૂર હોય કે અન્ય કાંઈપણ. આ રિપોર્ટ રિયલ એસ્ટેટ દલાલને અથવા મકાન માલિકને 7 દિવસમાં આપવો. આ રિપોર્ટ પર ભાડુઆત અને મકાનમાલિક સહમત થાય ત્યારબાદ જ સહી કરવી.
House for lease
Source: AAP/Tracey Nearmy

દરેક વિગતની પ્રતિ (કોપી ) રાખવી

ભાડાનો કરાર, સ્થિતિ રિપોર્ટ, ભાડાની રસીદ, બોન્ડની રસીદ, પત્રવ્યવહાર કે ઇમેઇલ અને અન્ય રેકોર્ડ ની કોપી રાખવી હિતાવહ છે.
File Cabinet
Searching In File Cabinet Source: Getty Images

ભાડુઆત તરીકેના હક્કો અને ફરજો વિષે જાણવું

દા. ત  ન્યૂસાઉથ વેલ્સ રાજ્યમાં  ઘરના ભાડાને લગતા વિવાદ કે મકાનની સંભાળ રાખવામાં મકાનમાલિક તરફથી વર્તાતી બેદરકારી માટે ન્યૂસાઉથવેલ્સ નાગરિક અને પ્રશાસનિક ટ્રિબ્યુલ (.) પાસે મદદ માંગી શકાય છે.
Suburban houses
Source: AAP/Julian Smith


વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં ભાડુઆત તરીકેના હક્કો અને ફરજો અંગે ની માહિતી વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે.

ન્યુ સાઉથ વેલ્સ માટે -

વિક્ટોરિયા માટે -


Share
Published 9 March 2017 12:12pm
Updated 12 August 2022 3:59pm
By Harita Mehta, Ildiko Dauba


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service