કેન્સરને હરાવ્યું અને જાતે લખ્યું પોતાનું ભવિષ્ય

જીવલેણ કેન્સરનો બહાદુરી પૂર્વક સામનો કરનારી અમદાવાદની સ્ટેફીએ પી.એચ.ડી કર્યું, કેન્સર વિશે પોતાના અનુભવો અંગેની બુક લખી અને હવે “Can We Not” નામની પોતાની YouTube ચેનલ લોન્ચ કરી જેમાં તે કેન્સરના દર્દીઓના પરિવારજનો અને મિત્રોને શું કરવું અને શું ન કરવું તેની સલાહ આપે છે.

Steffi with her husband Jeffy (L) and parents.

Steffi with her husband Jeffy (L) and parents. Source: Steffi Mac

કેન્સર સામેના મારા સંઘર્ષમાં મને સમજાયું કે મૃત્યુ તે એકદમ સરળ અને આરામદાયક હોય છે પરંતુ જીવન માટે લડવું એ ખૂબ જ કઠિન અને એક દુ:સ્વપ્ન સમાન હોય છે. મેં એ દુ:સ્વપ્નનો અનુભવ કર્યો છે. તેમ તાજેતરમાં જ જીવલેણ કેન્સરને હરાવીને એક નવી જિંદગીની શરૂઆત કરનારી અમદાવાદની સ્ટેફી મેકે જણાવ્યું હતું. સ્ટેફીએ ત્યાર બાદ પી.એચ.ડીની ડીગ્રી પ્રાપ્ત કરી, પોતાની YouTube ચેનલ “Can We Not” લોન્ચ કરી છે.

સ્ટેફી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં લેક્ચરર તરીકે કાર્ય કરે છે. તેણે SBS Gujarati સાથે કેન્સર અંગેની પોતાની લડત અને તેની સામેના વિજય અને ત્યાર બાદ જીવનમાં આવેલા પરિવર્તનો અંગે વાત કરી હતી.

Steffi with her mother
Steffi with her mother. Source: Steffi Mac.


વર્ષ 2013માં કેન્સર હોવાની જાણ થઇ

29 વર્ષની સ્ટેફીના જણાવ્યા પ્રમાણે, "ઓક્ટોબર 2013માં મને મોંમાથી લોહી નીકળતું હોવાની જાણ થઇ હતી. મેં તરત જ ડેન્ટિસ્ટ પાસે ચેક અપ કરાવ્યું. જોકે તેમાં કંઇ નહીં હોવાનું ડેન્ટિસ્ટે જણાવ્યું. જોકે મને લાગતું હતું કે આ કોઇ સામાન્ય બાબત નથી. મને તાવ તથા કફની પણ તકલીફ થઇ ગઇ હતી. મેં તરત જ ગૂગલ પર ચેક કર્યું અને તે કેમ થાય છે અને તેના લક્ષણો વિશે વિસ્તારથી અભ્યાસ કર્યો.
"મેં મારા માતા પિતાને તરત જ પરિસ્થિતી સમજાવી અને ઘણા રીપોર્ટ્સ કરાવ્યા ત્યાર બાદ મને જોખમી બ્લડ કેન્સર - લ્યૂકેમિયા હોવાની જાણ થઇ હતી."
Steffi with her father
Steffi with her father on a day of her wedding. Source: Steffi Mac


નિદાન વખતે સ્ટેફીએ ઘણી માનસિક તથા શારીરિક રીતે ઘણી હિંમત દર્શાવી

સામાન્ય રીતે જો કોઇને કેન્સર હોવાનું માલૂમ પડે તો તેનો અડધો જુસ્સો તો ત્યાં જ પૂરો થઇ જાય છે. તે વ્યક્તિ માનસિક રીતે પડી ભાંગે છે પરંતુ સ્ટેફીએ હિંમત દર્શાવી અને તેનો બહાદુરી પૂર્વક સામનો કર્યો.

મને કેન્સર હોવાની જાણ થતા મને કોઇ આઘાત લાગ્યો નહોતો. હું માનસિક રીતે તૈયાર હતી. મને ખબર હતી કે આવનારા સમયમાં મારે ઘણી માનસિક તથા શારીરિક યાતનાઓનો સામનો કરવાનો છે. મારી જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે પણ હું એક પણ વખત રડી નથી, જો હું રડી હોત તો પણ પરીસ્થિતિ બદલાવાની નહોતી. એટલે જ મેં મને થઇ રહેલી તકલીફો ક્યારેક વ્યક્ત કરી નહોતી. 

સ્ટેફીએ ઘણી વખત પોતાને તથા માતાપિતાને સપોર્ટ આપ્યો

"ચેન્નાઇ નજીક આવેલા વેલ્લોર ખાતે મારી સારવાર ચાલી હતી. મેં માનસિક, મનોવૈજ્ઞાનિક તથા લાગણીઓને કાબુમાં રાખતા શીખી લીધું હતું. મારી સારવારના એક મહિનાની અંદર મારું વજન 60 કિલોગ્રામથી સીધું 38 કિલોગ્રામ થઇ ગયું હતું. હું 100 મીટર પણ ચાલી શકતી નહોતી પણ હું મજબૂત હતી. મને મારા માતા પિતામાંથી કોઇ એકને દિવસના માત્ર બે કલાક સુધી જ મળવાની પરવાનગી હતી. હું એક દિવસ માતા તો બીજા દિવસે પિતાને મળતી હતી. મેં મારા પિતાને ભેટવા માટે લગભગ બે મહિના જેટલો લાંબો ઇંતેજાર કર્યો છે." તેમ સ્ટેફીએ જણાવ્યું હતું.
"ઘણી વખત મેં એવા ફોર્મ પર સાઇન કરી છે કે જેની છેલ્લી લાઇનમાં એમ લખ્યું હોય કે, તમારું કદાચ મૃત્યું થઇ શકે છે."
કસરત દ્વારા પોતાને ફિટ રાખે છે

સ્ટેફી હવે પોતાને કસરત દ્વારા ફિટ રાખે છે. તે દરરોજ 30 મિનિટ જેટલી કસરત કરે છે. તે યોગા - પ્રાણાયમ પણ કરે છે અને હવે તેને પોતાના શરીરના અવયવો વધુ સારી રીતે કાર્ય કરતા હોય તેવો અનુભવ થાય છે.

Steffi launched a book
Steffi launched a book about her journey of cancer called "That Girl in the Black Hat". Source: Steffi Mac


પી.એચ.ડી પૂરું કર્યું, હવે બુક પણ લખી

જીવલેણ કેન્સરને બહાદુરી પૂર્વક હરાવ્યા બાદ સ્ટેફીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી શેક્સપીયર દ્વારા સંકટના સમયે થતી ભાષાના પ્રયોગ વિશે પી.એચ.ડી કર્યું હવે તે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ ખાતે લેક્ચરર તરીકે કાર્યરત છે.
સ્ટેફીએ પોતાની કેન્સર સામેની લડત અંગેના અનુભવો દર્શાવતું એક પુસ્તક પણ લખ્યું છે અને તેણે તે બુકનું નામ " That Girl in the Black Hat" રાખ્યું છે કારણ કે કેન્સર સમયની તેની લડાઇમાં તે પોતાનું માથું ઢંકાયેલું રહે તે માટે હંમેંશાં કાળી ટોપી પહેરી રાખતી હતી.

YouTube ચેનલ શરૂ કરી

સ્ટેફીએ તાજેતરમાં જ "Can We Not" નામની YouTube ચેનલ લોન્ચ કરી છે. જેમાં તે લોકોને કેન્સર સામે કેવી રીતે લડવું તે નથી જણાવતી પરંતુ તે તેમના પરિવારજનો તથા તેમના માતાપિતાને એમ જણાવે છે કે કેવા કાર્યો કરીને તેઓ કેવી રીતે કેન્સરના દર્દીને મદદ કરી શકે છે.


Share
Published 23 June 2018 3:29pm
Updated 3 July 2018 1:14pm
By Vatsal Patel


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service