ઓસ્ટ્રેલિયન વિસાની નવી પોઇન્ટ્સ સિસ્ટમ સિંગલ અરજીકર્તાને ફાયદો કરશે

ઓસ્ટ્રેલિયાની નવી વિસા પોઇન્ટ્સ સિસ્ટમ આગામી નવેમ્બર મહિનાથી અમલમાં આવી રહી છે. જેમાં સિંગલ અરજીકર્તાને વધુ 10 પોઇન્ટ્સ મળશે.

Minimum point score for high demand occupations remain high due to application backlogs. high

Source: AAP, Pixabay

વ્યવસાયે ફિલ્મ એડીટર એસ.વિજય કુમાર ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્સી માટે વિસા અરજી કરવા તૈયાર છે.

તેમણે પોતાનું ક્વોલિફિકેશન VETASSESS સંસ્થામાંથી માન્ય પણ કરાવી લીધું છે. પરંતુ, તેઓ પર્મેનન્ટ રેસીડેન્સીના વિસાની અરજી કરવા માટે નવેમ્બર મહિના સુધી રાહ જોઇ રહ્યા છે.

એસ.વિજય કુમારે જણાવ્યું હતું કે, મેં પર્મેનન્ટ રેસીડેન્ટની અરજી માટે નવેમ્બર સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે. નવા નિયમ પ્રમાણે સિંગલ હોવાથી મને વધુ 10 પોઇન્ટ્સ મળશે જે મારા કુલ પોઇન્ટ્સમાં વધારો કરશે.

تقاضای ویزا
Source: Getty Images
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2019માં ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટે નવી પોઇન્ટ્સ સિસ્ટમ જાહેર કરી હતી જેમાં જે અરજીકર્તા અપરણિત કે ડી ફેક્ટો પાર્ટનર નહીં ધરાવતા હોય તેમને વધુ 10 પોઇન્ટ્સ મળશે.

ઇમિગ્રેશન એજન્ટ રોહિત મોહનના જણાવ્યા પ્રમાણે, નવી વિસા પોઇન્ટ્સ સિસ્ટમ દેશમાં મોટી સંખ્યામાં સ્કીલ માઇગ્રન્ટ્સ આવે તેના માટે કરવામાં આવી છે. જે અરજીકર્તાના પાર્ટનર અથવા જીવનસાથી સ્કીલ ધરાવતા હશે તેમને ફાયદો થશે અને જેમની પાસે ઓછી કે નહીવત્ત સ્કીલ હશે તેમને આ પોઇન્ટ્સ સિસ્ટમથી પ્રોત્સાહન મળશે નહીં.

પ્રોડક્ટિવીટી કમિશને પોતાની અભ્યાસ કર્યા બાદ નવી પોઇન્ટ્સ સિસ્ટમ અમલમાં મુકવાની ભલામણ કરી હતી.
કમિશનના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડેન્સી પર આવતા માઇગ્રન્ટ્સમાં લગભગ 50 ટકા જેટલા લોકો પાસે ઓછી સ્કીલ્સ હોય છે.

2016ના રીપોર્ટમાં બહાર પાડવામાં આવેલી વિગતો પ્રમાણે, જે સેકન્ડરી અરજીકર્તા પાસે યોગ્ય સ્કીલ્સ હોય અને તેમનામાં ઓસ્ટ્રેલિયાના વ્યવસાયોને પડતી જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા હોય તો પ્રાથમિક અરજીકર્તાને પણ તે સેકન્ડરી અરજીકર્તાના પોઇન્ટ્સ પણ મળવા જોઇએ.

ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માંગતા ઘણા ઇચ્છુક માઇગ્રન્ટ્સ વધુ 10 પોઇન્ટ્સ મેળવવા માટે નવેમ્બર 2019ની રાહ જોઇ રહ્યા છે.
Skilled Migration
Source: Getty Images
માઇગ્રેશન એજન્ટ મોહનના જણાવ્યા પ્રમાણે, તેમના ઘણા અરજીકર્તા નવેમ્બર સુધી તેમના લગ્ન મુલતવી રાખી રહ્યા છે. અગાઉ, અરજીકર્તા તેમની પાર્ટનરના 5 પોઇન્ટ્સ મેળવવા માટે લગ્ન કરતા હતા પરંતુ હવે અરજીકર્તાઓ 10 પોઇન્ટ્સ મેળવવા માટે પોતાના લગ્ન મુલતવી રાખી રહ્યા છે.

સ્કીલ જીવનસાથી ધરાવતા અરજીકર્તાને તેમના પોઇન્ટ્સમાં વધુ 10 પોઇન્ટ્સ મળશે અને જો તેમના પાર્ટનર કે જીવનસાથી પાસે અંગ્રેજીનું શ્રેષ્ઠ જ્ઞાન હશે તો તેમને વધુ 5 પોઇન્ટ્સ મળશે.

Listen to every Wednesday and Friday at 4 pm. 


Share
Published 6 June 2019 3:43pm
Updated 11 June 2019 3:42pm
By Vivek Kumar
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service