ઓસ્ટ્રેલિયન યુવાનોમાં માનસિક તાણ માટે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ જવાબદાર: સર્વે

સર્વેના તારણ પ્રમાણે, 33 ટકા યુવાનોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયાના વધુ વપરાશથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. ડ્રગ્સ, આલ્કોહોલ અને અભ્યાસનું દબાણ પણ જવાબદાર.

A young girl upset in front of her computer (AAP)

A young girl upset in front of her computer (AAP) Source: AAP

સોશિયલ મીડિયાના માધ્યમથી ઓસ્ટ્રેલિયન્સ પોતાના મિત્રો સાથે સંપર્કમાં રહી શકે છે પરંતુ મેન્ટલ હેલ્થ માટે કાર્ય કરતી સંસ્થાના જણાવ્યા પ્રમાણે તેના દ્વારા યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર અસર પહોંચી રહી છે.

એક આંકડા પ્રમાણે, યુવાનોએ સોશિયલ મીડિયા માધ્યમોના ઉપયોગના કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું હોવાનું કારણ હાથ ધર્યું હતું.

માનસિક તાણ માટે સોશિયલ મીડિયા જવાબદાર

નેશનલ યુથ મેન્ટલ હેલ્થ સર્વેએ ઓસ્ટ્રેલિયામાં 12થી 25 વર્ષની ઉંમર ધરાવતા 4000 યુવાનો પર અભ્યાસ કર્યો અને તેમના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ જાણ્યા.

સર્વેમાં જાણવા મળ્યા પ્રમાણે, 33 ટકા યુવાનોએ સ્વીકાર્યું હતું કે તેઓ ઉચ્ચ માનસિક તાણથી પીડિત છે અને તેમાંથી પણ અડધા લોકો જ પોતાની મુશ્કેલીઓ અન્ય લોકો સાથે વહેંચે છે.
Mental health
Source: AAP
મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે માનસિક તાણ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદાર છે.

હેડસ્પેસ સંસ્થાના જેસન ટ્રેથોવાને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના ઉપયોગથી યુવાનો માનસિક તાણનો ભોગ બને છે આ ઉપરાંત, પરિવાર અને અભ્યાસનું દબાણ પણ તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.

ડ્રગ્સ, આલ્કોહોલ, અભ્યાસના દબાણ દ્વારા પણ માનસિક સ્વાસ્થ્ય પર અસર

સોશિયલ મીડિયાના વધુ વપરાશના કારણે યુવાનોમાં માનસિક તાણ વધે છે તેને સૌથી વધુ લોકોએ માન્યું હતું. પરતું, પરિવાર, સ્કૂલ અને સમાજનું દબાણ યુવાનોની માનસિક પર પરિસ્થિતીને અસર કરે છે તેમ 18 ટકા લોકોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, કામ, અભ્યાસનું દબાણ અને ડ્રગ્સ, આલ્કોહોલના સેવનના કારણે પણ યુવાનો માનસિક તાણનો ભોગ બનતા હોવાનો અભ્યાસમાં ઉલ્લેખ કરાયો હતો.
હેડસ્પેસના નેશનલ ક્લિનીકલ એડ્વાઇઝર નિક ડાઇઝેને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં ટેક્નોલોજીનો વિકાસ થવાથી સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે અને તેના કારણે જીવન પર અસર પડી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ માનવ જીવનને કઇ દિશામાં લઇ જશે અને તેની કેવી અસર થશે તે અનિશ્ચિત છે.

Image

માનસિક તાણથી બચવાના વિવિધ ઉપાય

હેડસ્પેસે યુવાનો માનસિક તાણની સમસ્યાથી બચી શકે તે માટે નીચે પ્રમાણેના વિવિધ ઉપાયો સૂચવ્યા છે.

  • લોકોને જે પ્રવૃત્તિમાંથી આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય, લોકો સાથેનું યોગ્ય જોડાણ થાય અને યોગ્ય આહાર કે ઊંઘ લઇ શકાય તેવા પ્રકારના કાર્યો કરવા.
  • કોઇ પણ મુશ્કેલીમાં વડીલોની મદદ લેવી અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોની ચર્ચા કરવી.
  • સોશિયલ મીડિયા પર કોઇ પણ યુઝરે કરેલી પોસ્ટ સાથે પોતાના જીવનની તુલના ન કરવી.
આ વિષય અંગે કોઇ પણ પ્રકારની વાતચીત કરવા માટે લાઇફલાઇનનો 131 114 પર અથવા Headspace.org.au પર હેડસ્પેસનો સંપર્ક કરી શકાય છે.


Share
Published 9 October 2019 3:49pm
By Peggy Giakoumelos
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service