ઘરેથી કાર્ય કરતી વખતે તમારા હકો અને જવાબદારીઓ વિશે જાણો

વિશ્વના 88 ટકા વ્યવસાયોના કર્મચારીઓ સહિત ઘણા ઓસ્ટ્રેલિયન્સ ઘરેથી કાર્ય કરી રહ્યા છે. નિષ્ણાતોના માનવા પ્રમાણે, સુરક્ષિત વાતાવરણ જાળવી રાખવું તે વ્યવસાય અને કર્મચારીઓ બંનેના હિતમાં છે.

Trabajar desde casa, ¿Cuáles son tus derechos y responsabilidades?

Trabajar desde casa, ¿Cuáles son tus derechos y responsabilidades? Source: Getty Images/Atomic Imagery

કશ્મિરા અસ્પર સિડની ખાતેની એક ખાનગી કોલેજમાં કેઝ્યુઅલ એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્ય કરે છે.

કોરોનાવાઇરસની મહામારી અગાઉ તે મુસાફરીનો સમય બચાવવા અને તેના છ વર્ષીય દિકરાનું વધુ ધ્યાન રાખી શકે તે માટે તેમને ઘરેથી કાર્ય કરવાનું પસંદ આવતું હતું.

પરંતુ તેમણે જે ધાર્યું હતું તેના કરતા વર્તમાન સમય ખૂબ જ પડકારજનક છે. તેમને ઘરેથી કાર્ય કરતી વખતે જરૂરી દસ્તાવેજો અને ફાઇલ્સનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે.
ઘરેથી કાર્ય કરતા અગાઉ ઓફિસ કે વ્યવસાયમાંથી તમામ જરૂરી ટૂલ્સ અને ટેક્નોલોજી મેળવી લેવી જરૂરી છે.
એડિલેડની એક કંપની Johnston Withers સિનિયર પર્સનલ ઇન્જરીના વકીલ ટીમ ડોઉની જણાવે છે કે દરેક કર્મચારીને  ના માપદંડો ધરાવતું સુરક્ષિત વાતાવરણ મળી રહે તે દરેક વ્યવસાયની જવાબદારી છે.
Drawing of man with ergonomic desk set up
Source: Getty Images/360 Productions
ડોઉની ઉમેરે છે કે કર્મચારી ઓફિસમાં રહીને કાર્ય કરે તે સમયે પણ દરેક વ્યવસાયે તેમને આ પ્રકારનું વાતવરણ ઉપલબ્ધ કરાવવું જરૂરી છે.

કર્મચારી અને વ્યવસાય બંનેને ઘરેથી કાર્ય કરતી વખતે પણ આ બાબતનું ધ્યાન રાખવાની તેમણે સલાહ આપી હતી.

સેન્ટ્રલ ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ખાતે હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ એન્ડ એમ્પોલમેન્ટ રીલેશન્સના લેક્ચરર ડો રોબિન પ્રાઇસ જણાવે છે કે જો કર્મચારી ઘરેથી કાર્ય કરે અને તેને ઇજા પહોંચે તો વ્યવસાયે તેને કાયદાકિય રીતે કર્મચારી મળવા પાત્ર વળતર આપવું પડે છે.

મેલ્બર્નની આઇટી કન્સલ્ટન્સી   ના માર્કેટીંગ મેનેજર હેલન સવા જણાવે છે કે, કોરોનાવાઇરસની વૈશ્વિક મહામારીના કારણે વ્યવસાયોએ તેમના કર્મચારીઓને ઘરેથી કાર્ય કરવાની ગોઠવણ કરી આપી છે પરંતુ તેઓ કર્મચારીઓને યોગ્ય ઝડપથી કાર્ય થઇ શકે તે માટેના ટુલ્સ અને ટેક્નોલોજી આપવામાં અક્ષમ રહ્યાં છે.
કોરોનાવાઇરસની મહામારી અગાઉ ઘણા બધા વ્યવસાયોએ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે તેમણે આ પ્રકારની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવી પડશે અને કર્મચારીઓને ટેક્નોલોજી સજ્જ કરવા પડશે.
Ergonomic chair at home office
Source: Getty Images/Zoranm
કોરોનાવાઇરસના કારણે ચીજવસ્તુઓની ઉત્પાદકતા પર પણ અસર પહોંચી છે અને વ્યવસાયોએ તેમના કર્મચારીઓને જરૂરી હોય તેવી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં રાહ જોવી પડી રહી છે.

ડો પ્રાઇસના જણાવ્યા પ્રમાણે, મહામારીના સમયમાં પણ યોગ્ય કાર્ય થઇ શકે તે માટેના પ્રબંધનો કરવાનું વ્યવસાયો પર દબાણ રહેલું છે.
જે યુનિવર્સિટીમાં હું કેઝ્યુઅલ કર્મચારી તરીકે કાર્ય કરું છું ત્યાં તેમની પાસે કર્મચારીઓ ઘરેથી કાર્ય કરી શકે તે માટેના પૂરતા લેપટોપ ઉપલબ્ધ નથી.
અસ્પર માટે હાર્ડવેર મોટો પ્રશ્ન નથી પરંતુ ઘરનું ઇન્ટરનેટ કનેક્શન તેમના માટે મુશ્કેલી પેદા કરી રહ્યું છે. નોકરીનો જે સમય તેમણે વ્યર્થ કર્યો તે તેમણે રાત્રિના સમય દરમિયાન ભરપાઇ કરવો પડે છે.

ચાર્ટર્ડ એકાઉટન્ટ્સ ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડના હેડ માઇકલ ક્રોકર જણાવે છે કે જે કર્મચારીઓએ તેમના ઘરે ઓફિસ જેવું વાતાવરણ ઉભું કરવા માટે સાધન સામગ્રી ખરીદી હશે તેઓ ટેક્સ રીટર્ન કરતી વખતે તેમના વ્યક્તિગત માંથી બાદ મેળવી શકશે.

ક્રોકરે ઘરેથી કાર્ય કરતા કર્મચારીઓને તેમની ખાનગી માહિતી સુરક્ષિત રહે તે માટે જાગૃત રહેવાની સલાહ આપી હતી.
Man with laptop holding neck
Source: Getty Images/RollingCamera
ઉત્પાદકતા અને એકલતા ઓછી થાય તે માટે વાતચીત અને સંદેશાવ્યવહાર જરૂરી છે. ટીમ ડોઉની જણાવે છે કે ઘરેથી એકાંતમાં કાર્ય કરતી વખતે પણ પોતાની ટીમ સાથે જોડાયેલા રહેવું એ ખૂબ જ સુખદ છે.
આપણી પાસે ફેસટાઇમ જેવી ટેક્નોલોજી છે જેના દ્વારા ટીમ સાથે વાતચીત કે ચર્ચા થઇ શકે છે. દાખલા તરીકે એકાદ ટીમ ફ્રાઇડે ડ્રીન્ક્સનું પણ આયોજન કરી શકે છે.
જોકે, ઇન્ટરનેટની ખરાબ કનેક્ટીવિટીના કારણે ટીમ સાથે જોડાયેલા રહેવું અસ્પર માટે શક્ય નથી. અને, તેને એ પણ ખબર નથી કે આ પરિસ્થિતીનો ક્યાં સુધી સામનો કરવો પડશે.
હું કેઝ્યુઅલ તરીકે કાર્ય કરું છું જ્યારે પણ કર્મચારીઓની છટણી કરવામાં આવશે ત્યારે મારો નંબર પ્રથમ હોઇ શકે છે. જો આમ થશે તો શું મારો પરિવાર સુરક્ષિત રહી શકશે?
કોરોનાનાઇરસની મહામારીના સમયમાં તમારા હકો અને ફરજો વિશે માહિતી મેળવવા માટે ની મુલાકાત લો.

જો તમને વાઇરસની અસર જણાય તો તમારા ડોક્ટર અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 1800020080 પર સંપર્ક કરો.

જો તમે તણાવનો સામનો કરતા હોય અને મદદની જરૂર હોય તો   નો 131114 અથવા નો 1300224636 નો 24 કલાક સંપર્ક કરી શકો છો. જો તમે 25 વર્ષથી ઓછી ઉંમરના હોય તો તમે   નો 1800551800 પર સંપર્ક કરી શકો છો.

તમે ભાષાકિય સહાયતા મેળવવા માટે   નો 1800131450 પર સંપર્ક કરી શકો છો.


Share
Published 10 April 2020 1:37pm
By Amy Chien-Yu Wang
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service