જો તમારો ડેટા ચોરાયો હશે તો ફેસબુક તમારો સંપર્ક કરશે

The logo for Facebook

The logo for Facebook appears on screens at the Nasdaq MarketSite, in New York's Times Square, Thursday, March 29, 2018. Source: AP Photo/Richard Drew

ઑસ્ટ્રેલિયાના પ્રાયવસી કમિશનરે ફેસબુક ડેટા શેરીંગ કૌભાંડની તપાસ પછી જાહેર કર્યું છે કે ૩,૦૦,૦૦૦થી વધુ ઓસ્ટ્રેલિયનોનો ડેટા તેમની જાણ બહાર વિવિધ કંપનીઓ દ્વારા વાપરવામાં આવી રહ્યો છે. જે લોકોનો ડેટા ચોરાયો છે તેમને આગામી સપ્તાહની શરૂઆતમાં ફેસબુક જાણ કરે તેવી શકયતા છે એટલે ૯મી એપ્રિલથી ફેસબુક તમારો સંપર્ક કરી શકે છે.


ફેસબુક કહે છે કે કેમ્બ્રિજ એનાલિટીકા કૌભાંડમાં લગભગ ૮૭ મિલિયન લોકો વિષેની માહિતીનો દુરુપયોગ થયો છે જે અગાઉના ૫૦ મિલિયનના અંદાજ કરતાં વધારે છે.

ઑસ્ટ્રેલિયામાં આ આંકડો ૩,૦૦,૦૦૦ ની આસપાસ છે જેનો અર્થ છે દર ૫૦ ઓસ્ટ્રેલીયન ફેસબુક યુસરમાંથી એકનો ડેટા તેમની પરવાનગી વગર વિવિધ કંપનીઓ સાથે વહેંચવામાં આવ્યો છે.

દર ૫૦ ઓસ્ટ્રેલીયન ફેસબુક યુસરમાંથી એકનો ડેટા તેમની પરવાનગી વગર શેર કરવામાં આવ્યો છે.

ફેડરલ પ્રાયવસી કમિશ્નરની કચેરીએ જાહેરાત કરી છે કે તે બાબતની તપાસ કરશે.

ફેસબુક પણ પોતાની તરફથી પગલાં લઈ રહી છે, કંપનીએ હવે ડેટાની સુરક્ષા માટે નવી રૂપરેખા તૈયાર કરી છે.

તેમાં ફેસબુકનું માધ્યમ વાપરતી અપ્લીકેશ્નના અધિકારો પર તપાસ કરવામાં આવશે અને નવા નિયંત્રણો લદાશે. તે ઉપરાંત એક વર્ષ પછી ફોન અને ટેક્સ્ટ મેસેજનો ડેટા કાઢી નાખવાની ફરજ પાડવા માં આવશે.

એક વર્ષ પછી ફોન અને ટેક્સ્ટ મેસેજનો ડેટા કાઢી નાખવાની યોજના

કેબ્રીજ એનાલિટીકાએ કરેલા નિયમ ભંગથી  અસરગ્રસ્ત અન્ય દેશો વિષે ફેસબુકનો ખુલાસો કહે છે અમેરિકા માં ૭૦ મિલિયન ફેસબુક એકોઉંન્ટને અસર થઇ છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને બ્રિટનમાં પણ મિલિયન કરતાં વધુ એકોઉંન્ટનો ડેટા ચોરાયો હોવાની શક્યતા છે.

જે લોકોનો ડેટા તેમની પરવાનગી વગર શેર કરવામાં આવ્યો છે તેમને આગામી સપ્તાહની શરૂઆતમાં ફેસબુક સૂચિત કરશે. એટલે ૯મી એપ્રિલથી ફેસબુક તમારો સંપર્ક કરી શકે છે.


 


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service