આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે સરકારની વિવિધ યોજનાઓ

A nurse at the Tanunda medical centre screens patients outside the clinic in the Barossa Valley, northeast of Adelaide, Tuesday, March 31, 2020. The Barossa Valley has had a cluster of 34 cases of coronavirus. (AAP Image/David Mariuz) NO ARCHIVING

A nurse at the Tanunda medical centre screens patients outside the clinic in the Barossa Valley, northeast of Adelaide, Tuesday, March 31, 2020 Source: AAP

કોરોનાવાઇરસની મહામારીના સમયમાં દેશમાં આરોગ્ય સાથે સંકળાયેલી સર્વિસમાં પૂરતો સ્ટાફ મળી રહે તે માટે સરકારે વિવિધ નિર્ણયો લીધા છે. તેની પર એક નજર...


નિવૃત્ત થયેલા કર્મચારીઓ

  • છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્યને લગતી સેવાઓમાંથી નિવૃત્ત થનારા ડોક્ટર્સ, નર્સ, ફાર્માસિસ્ટ અને મિડવાઇફ્સને કોરોનાવાઇરસ સામેની લડતમાં ફરીથી કામમાં લેવાનો નિર્ણય લેવાયો છે.
  • આ રજીસ્ટર 12 મહિના સુધી કાર્યરત રહેશે
  • યોગ્ય અનુભવ અને ક્વોલિફીકેશન ધરાવનારા કર્મચારીઓ જ ફરીથી આ સર્વિસમાં જોડાઇ શકશે.
  • 6 એપ્રિલથી આ સબ – રજીસ્ટર શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

નર્સ માટે ઓનલાઇન કોર્સ

  • ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે (ICU) માં નર્સની મદદ મળી રહે તે માટે દેશની 20,000 નર્સોને સરકારી ખર્ચે ઓનલાઇન કોર્સ કરાવાશે.
  • જે નર્સ હાલમાં કાર્યરત નથી તેમને ફરીથી વર્કફોર્સમાં સામેલ કરવા માટે સરકાર 10,000 રીફ્રેશર કોર્સ માટે પણ ફંડ આપશે.

મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

  • ન્યૂ સાઉથ વેલ્સ સરકાર યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો આરોગ્ય સેવામાં ભરતી કરશે.
  • વિદ્યાર્થીઓને એડમિશન, ડીસ્ચાર્જ, ટેસ્ટ તથા અન્ય સહાયક કાર્યો કરવાનું જણાવાશે.
  • આ નિર્ણયનો લાભ અઠવાડિયાના 20 કલાક નોકરી કરવાની પરવાનગી ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને થશે.



Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service