સતત 5માં વર્ષે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવામાં ભારતીય મૂળના માઇગ્રન્ટ્સ પ્રથમ ક્રમે

Changes announced to lodgement arrangements for Australian citizenship from 1 November

Source: AAP

ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારવામાં ભારતીય તથા બ્રિટીશ મૂળના લોકો અનુક્રમે પ્રથમ તથા બીજા ક્રમે.


સતત 5માં ક્રમે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવામાં ભારતીય મૂળના માઇગ્રન્ટ્સ પ્રથમ ક્રમે રહ્યા છે.

ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે 1લી જુલાઇ 2020થી 30મી જૂન 2021 સુધી કુલ 138,646 લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારી છે. જેમાંથી ભારતીય મૂળના 24,706 લોકો ઓસ્ટ્રેલિયાના સિટીઝન બન્યા છે.

ત્યાર બાદ બીજા ક્રમે બ્રિટીશ મૂળના લોકોનો સમાવેશ થાયછે. બ્રિટીશ મૂળના 17,316 લોકોએ છેલ્લા એક વર્ષમાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારી છે.

ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારનારા ટોચના દેશોની સંખ્યા

દેશ                 લોકોની સંખ્યા
ભારત                  24,706
બ્રિટન                  17,316
ફિલીપીન્સ                8659
ચીન                        7302
ન્યૂઝીલેન્ડ                 5612
પાકિસ્તાન                5415
વિયેતનામ                4613
સાઉથ આફ્રિકા          3838
ઇરાક                      3792
અફઘાનિસ્તાન          3656

યુનિવર્સિટી ઓફ મેલ્બર્ન ખાતે સ્કૂલ ઓફ સોશિયલ એન્ડ પોલિટીકલ સાયન્સમાં એશિયન પોલિટીક્સના સિનીયર લેક્ચરર તથા ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટના તજજ્ઞ પ્રદીપ તનેજાએ ભારતીય માઇગ્રન્ટ્સ ચાર કારણોસર ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારતા હોવાનું જણાવ્યું હતું.
Indians in Australia
The preliminary data from the Department of Home Affairs shows that 138,646 migrants received Australian citizenship between 1 July 2020 and 30 June 2021. Source: Supplied by Department of Home Affairs
તેમણે SBS Hindi ને પ્રથમ કારણ જણાવ્યું હતું કે, ભારતીય માઇગ્રન્ટ્સ સરકારી વિભાગોમાં નોકરી કરવા માંગે છે જેમાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા હોવી જરૂરી છે. આ ઉપરાંત, તેઓ વિશ્વના અન્ય દેશોમાં સરળતાથી મુસાફરી કરવા માંગે છે. ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ વિશ્વના ઘણા દેશોમાં વિસા વિના મુસાફરીની સુવિધા આપે છે.

તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ, કુશળ કામદારો ઓસ્ટ્રેલિયાને વધુ પ્રાથમિકતા આપે છે. તેથી જ, ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવાની યાદીમાં તેઓ ટોચના સ્થાને છે.
આ ઉપરાંત, ચીનથી આવતા માઇગ્રન્ટ્સની સંખ્યા છેલ્લા કેટલાક સમયમાં ઘટી છે. તેઓ તેમના દેશમાં જ વધુ વિકાસની શક્યતાના છે તેમ માને છે અને જેના કારણે ચીનથી ઓસ્ટ્રેલિયા થતા સ્થળાંતરની સંખ્યા ઘટી છે.

તેમણે ઉમેર્યું હતું કે ભારતીય મૂળના લોકો યોગ્ય વિકાસ તથા વધુ સારું જીવનધોરણ મળી રહે તે માટે વિશ્વના અન્ય દેશોમાં સ્થળાંતર કરવાની ઇચ્છા ધરાવે છે.

કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ ઇચ્છતા લોકોની સંખ્યા ઘટી છે.

આંકડા પ્રમાણે, વર્ષ 2019-20માં 204,817 લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારી હતી જ્યારે વર્ષ 2020-21માં તે આંકડા 32 ટકા જેટલો ઘટીને 138,646 જેટલો થયો છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service