વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકાની ધરતી પર 9મો ટી20 વર્લ્ડ કપ શરૂ થયો છે. જેમાં કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે.
અને, વિવિધ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ગુજરાતીમૂળના ખેલાડીઓ. અમેરિકા, ઓમાન, યુગાન્ડા જેવા દેશ તરફથી રમતા ખેલાડીઓ પર એક નજર કરીએ.
મોનાંક પટેલ - અમેરિકા
મોનાંક પટેલ અમેરિકાની ટીમનો કેપ્ટન છે. અમેરિકા સ્થળાંતર કર્યા અગાઉ ગુજરાતના આણંદમાં જન્મેલા મોનાકે ગુજરાત અં-16 તથા ગુજરાત અં-19 ટીમ તરફથી પણ ક્રિકેટ રમ્યું છે.
જય ઓડેદરા - ઓમાન
ક્રિકઇન્ફો વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, જય ઓડેદરાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. જમોણી બેટર અને રાઇટ આર્મ ઓફ બ્રેક ખેલાડી જય હાલમાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓમાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
નિસર્ગ પટેલ - અમેરિકા
નિસર્ગ પટેલનો ગુજરાતના અમદાવાદ શહેરમાં જન્મ થયો છે, 36 વર્ષીય ખેલાડી અત્યારે અમેરિકાની ટીમ તરફથી ઘણઆંગણે રમાઇ રહેલા વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. નિસર્ગ જમોણી બેટર તથા સ્લો લેફ્ટ આર્મ બોલર છે.

People gather around the trophy of upcoming ICC Men's T20 World Cup 2024 during the trophy tour at the Pakistan Monument in Islamabad on April 25, 2024. The 2024 tournament will be hosted by the West Indies and the US from June 1 to 29, 2024. (Photo by Farooq NAEEM / AFP) (Photo by FAROOQ NAEEM/AFP via Getty Images) Source: AFP / FAROOQ NAEEM/AFP via Getty Images
દિનેશ નાકરાણી - યુગાન્ડા
દિનેશ નાકરાણીનો કચ્છમાં જન્મ થયો હતો. 32 વર્ષીય નાકરાણી હાલમાં યુગાન્ડા તરફથ વર્લ્ડ કપમાં રમી રહ્યા છે. અગાઉ તેણે સૌરાષ્ટ્ર, તથા સૌરાષ્ટ્ર અં-19 ટીમ તરફથી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યું છે.
રોનક પટેલ - યુગાન્ડા
રોનક ભરતભાઇ પટેલ હાલમાં યુગાન્ડા ટીમ તરફથી વર્લ્ડ કપમાં રમી રહ્યા છે. 35 વર્ષીય રોનક જમોણી બેટર તથા સ્લો લેફ્ટ આર્મ બોલર છે.
કશ્યપ પ્રજાપતિ - ઓમાન
કશ્યપ પ્રજાપતિનો જન્મ ગુજરાતના ખેડા જીલ્લામાં થયો હતો. 28 વર્ષીય કશ્યપ હાલમાં ઓમાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તે જમોણી બેટર તથા રાઇટ આર્મ ઓફબ્રેક બોલર છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.